મેગેઝીને ભુલ સ્વિકાર્યા બાદ સલીમની ગુંલાટ : સંઘને ઉધાડું પાડવા લગાવ્યો આરોપ

નવી દિલ્હી : સીપીએમ સાંસદ મોહમ્મદ સલીમે કહ્યું કે તેમણે ગૃહમંત્રી પર આરોપ નહોતો લગાવ્યો, તે તો સંધપરિવારનું સત્ય લોકો સમક્ષ મુકવા માંગતા હતા. તેમણે કહ્યું કે જો તેઓ આ મુદ્દે ઉલ્લેખ ન કર્યો હોત તો મેગેઝીનમાં છપાયેલા સમાચાર એક ઐતિહાસિક તથ્યનાં રૂપમાં નોંધાઇ ગયું હોત.ઉલ્લેખનીય છે કે એક મેગેઝીનની ભુલનાં કારણે સોમવારે સંસદમાં ભારે હોબાળો થયો હતો.
સીપીએમ સાંસદ મોહમ્મદ સલીમે ગૃહમંત્રી રાજનાથ સિંહ પર આરોપ લગાવ્યો કે તેમણે 2014ની લોકસભા ચૂંટણીમાં મોદીનાં વડાપ્રધાન બન્યા બાદ 800 વર્ષ પછી ભારતને ફરી એકવાર સંપુર્ણ હિન્દુ શાસક મળ્યો તેવી ટીપ્પણી કરી હતી. જેને આઉટલુક મેગેઝીને છાપ્યો હતો.
વાસ્તવમાં ઉક્ત ટીપ્પણી રાજનાથ સિંહે નહી પરંતુ દિવંગત વિહિપ નેતા અશોક સિંધલે કરી હતી. હવે મેગેઝીને રાજનાથ સિંહની માફી માંગી છે. આઉટલુકે કહ્યું કે તેમણે ગૃહમંત્રીની ટીપ્પણી કોઇ પણ પ્રકારની તપાસ વગર જ છાપી દીધી હતી. જો કે આ મેગેઝીનને ટાંકીને સલીમે કરેલી ટીપ્પણી બાદ રાજનાથ સિંહ ખફા થયા હતા. સાથે જ તેમણે ખુબ જ વિરોધ પણ વ્યક્ત કર્યો હતો. સાથે સાથે માફી માંગવા અથવા તો આરોપ સિદ્ધ કરવા માટે જણાવ્યું હતું.
બીજી તરફ અસહિષ્ણુતા અંગે સંસદમાં આજે પણ ચર્ચા ચાલુ રહી હતી. કોંગ્રેસની તરફથી પાર્ટી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તેની આગેવાની કરી શકે છે.

You might also like