ઉત્તર ધ્રુવ ૨૦ ડિગ્રી વધુ ગરમ રહેતાં ગંભીર ખતરાનાં એંધાણ

નવી દિલ્હી: ઉત્તર ધ્રુવના તાપમાનમાં સરેરાશ કરતાં ૨૦ ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. સાથોસાથ આ વર્ષે ઓક્ટોબરમાં અહીં સમુદ્રમાં જામતાે બરફ તેની અત્યાર સુધીની ક્ષમતા કરતાં ઓછો જામ્યો હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આવી સ્થિતિ ગંભીર ખતરો ઊભો કરે તેવી સંભાવના જણાઈ રહી છે અને આ અંગે વિશ્વને તેની ગંભીર અસર થવાની ચેતવણી આપવામાં આવી છે.

ઉત્તર ધ્રુવ પર હાલ રાત્રિનો સમય ચાલી રહ્યો છે ત્યારે આવા સમયે અહીં રાત ૨૪ કલાક કરતાં પણ લાંબી હોય છે. તેથી હાલ ઉત્તર ધ્રુવ સામાન્ય રીતે વધુ ઠંડો હોવો જોઈએ, પરંતુ હાલ ગ્લોબલ વોર્મિંગની અસરથી તાપમાનમાં ૨૦ ડિગ્રીનો વધારો થયો છે. આમ તો ઓક્ટોબર માસમાં અહીંના સમુદ્રમાં બરફ જામવાનું શરૂ થઈ જતું હોય છે, પરંતુ આ વખતે તેમાં પણ ઘટાડો જોવા મળે છે. ૧૯૮૧ થી ૨૦૧૦ વચ્ચે રેકોર્ડ કરવામાં આવેલા સમુદ્રના બરફની હાજરીના સરેરાશની સરખામણીએ ૨૮.૫ ટકા બરફ ઓછો જોવા મળે છે.

You might also like