તો શું નોર્થ કોરિયાના કિમ-જોંગ-ઉનના ભાઈની હત્યા પાછળ જ્વાળામુખી છે?

નોર્થ કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ-જોંગ-ઉનના સાવકા ભાઈ કિમ જોંગ નમના રહસ્યમય મોતના સંબંધમાં મલેશિયા પોલિસે હજી સુધી 4 લોકોની ધરપકડ કરી છે, જ્યારે સાઉથ કોરિયાની ખુફિયા એજન્સી હત્યા પાછળ કોરિયા-ચીન બોર્ડર પર સ્થિત એક જ્વાળામુખીને તેના માટે જવાબદાર ગણી રહ્યા છે.

ગુપ્તચર એજન્સીનો દાવો છે કે મલેશિયા એરપોર્ટ પર નમની હત્યાનું કાવતરું કિમ જોંગ ઉન 5 વર્ષથી ઘડી રહ્યો હતો. એવું જણાવવામાં આવી રહ્યું છે કે જ્વાળામુખી માઉન્ટ પાએક્ટુના નોર્થ કોરિયાની રચના પાછળ મૂખ્ય ભૂમિકા છે. પાએક્ટુ દેશના રાષ્ટ્રીય ચિહ્નમાં શામિલ છે અને ભલે રોકેટ હોય કે પાવર સ્ટેશન, તમામ જગ્યાઓએ તેનું નામ જોવા મળે છે.

નોર્થ કોરિયાના ઇતિહાસમાં સૌથી મહત્ત્વપૂર્ણ વ્યક્તિ રહેલા કિમ દ્રિતીય આ બંનેના દાદા હતા. કિમ તૃતિયએ કોરિયાના પ્રાયદ્રિપોને બચાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સત્તાવાર નિવેદન મુજબ, જાપાની હુમલાખોરો વિરુદ્ધ ચલાવાયેલા ગુરિલ્લા વોરમાં તેમણે પાએક્ટુને ઢાલ પર સ્થિત પોતાના અડ્ડાથી આ લડાઈ લડી હતી અને કોરિયાના પ્રાયદ્રિપોને બચાવ્યા હતા.

You might also like