ઉત્તર કોરિયાએ પરિક્ષણ કર્યું બેલેસ્ટિક મિસાઇલ

દક્ષિણ કોરિયાના રક્ષા મંત્રાલયે કહ્યું કે ઉત્તર કોરિયાના દરિયામાં એક બેલેસ્ટિક મિસાઇલનું પરિક્ષણ કરવામાં આવ્યું છે. દક્ષિણ કોરિયાના જોઇન્ટ ચીફ ઓફ સ્ટાફે જણાવ્યું કે મિસાઇલ ઉત્તર કોરિયાના પૂર્વ તટમાં છોડવામાં આવી હતી.

ઉત્તર કોરિયા કહી ચૂક્યું છે કે તે દક્ષિણ કોરિયામાં મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ લગાવવા માટે દક્ષિણ કોરિયા અને અમેરિકાની યોજનાને જવાબ આપશે. સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવના પ્રમાણે ઉત્તર કોરિયા પર પરમાણુ અને બેલેસ્ટિક મિસાઇલ બનાવવા પર પ્રતિબંધ છે. પરંતુ હાલમાં તેને ઘમા મિસાઇલો પર પરિક્ષણ કર્યું છે.

જોઇન્ટ ચીફ ઓફ સ્ટાફના એક અધિકારીએ કહ્યું કે, ”આ પરિક્ષણ પડોસી દેશો પર હુમલાઓ માટે ઉત્તર કોરિયાની મહત્વકાંક્ષાઓને જાહેર કરે છે.” તેમણે કહ્યું કે મિસાઇલ માધ્યમ દૂરની લાગે છે જેને 1000 કિલોમીટરની રેન્જ નક્કી કરી છે. જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબેએ કહ્યું કે આ પરિક્ષણ તેમના દેશ માટે એક ગંભીર જોખમ છે અને આ પર તેમને વિરોધ વ્યક્ત કર્યો છે. અમેરિકાએ પણ તેની નિંદા કરી છે.

નોંધનીય છે કે જુલાઇ મહિનામાં પણ ઉત્તર કોરિયાએ ત્રણ બેલેસ્ટિક મિસાઇલોનું દરિયામાં પરિક્ષણ કર્યું હતું.

You might also like