ઉત્તર કોરિયા હવે ગમે તે ઘડીએ અણુ બોમ્બ ઝીંકી શકે છેઃ મોક‌િડ્રલ શરૂ કરી

સિયોલઃ ઉત્તર કોરિયાઅે કેટલાંય શહેરો ખાલી કરાવીને અણુબોમ્બનો ઉપયોગ કરવાની ‌િડ્રલ શરૂ કરી દીધી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ઉત્તર કોરિયા કોઇ પણ ઇમર્જન્સી સ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ કરી રહ્યું છે કે જેથી હુમલો થયા બાદ તેને ઓછામાં ઓછું નુકસાન થાય. અમેરિકાના ડિફેન્સ સેક્રેટરીએ જણાવ્યું છે કે હવે ઉત્તર કોરિયા ગમે તે ઘડીએ અણુબોમ્બ ઝીંકી શકે છે અને અણુ હુમલાની આશંકા વધી રહી છે.

અહેવાલો અનુસાર અમેરિકા સાથેના ટકરાવ વચ્ચે ઉત્તર કોરિયાએ યુદ્ધ પહેલાં કરવામાં આવતી કવાયત શરૂ કરી દીધી છે. દક્ષિણ કોરિયાની ન્યૂઝ એજન્સીએ વિવિધ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે ઉત્તર કોરિયાએ તેના પાટનગર પ્યોગયાંગમાં નહીં, પરંતુ બીજા અને ત્રીજા દરજ્જાનાં શહેરોમાં અણુબોમ્બની મોક‌િડ્રલ શરૂ કરી દીધી છે. આ ‌િડ્રલ અત્યંત જવલ્લે જ કરવામાં આવતી હોય છે અને તેના ઘણા અર્થ નીકળી શકે છે. અમેરિકાના ડિફેન્સ સેક્રેટરી જીમ મેટીસે દ‌િક્ષણ કોરિયાના પ્રવાસ દરમિયાન આ વાત કરી હતી.

કોરિયામાં યુદ્ધ છેડાશે તો પહેલા જ દિવસે ત્રણ લાખ લોકો મોતને ભેટશે
બીજી બાજુ ઉત્તર કોરિયા સાથે યુદ્ધ થશે તો અણુશસ્ત્રોનો ઉપયોગ કર્યા વગર જ લાખો લોકો મૃત્યુ પામશે. આ યુદ્ધ છેડાયાના પ્રથમ દિવસે જ ત્રણ લાખ લોકો મૃત્યુ પામશે. યુદ્ધ થવાથી કોરિયા દ્વીપકલ્પમાં ર.પ૦ કરોડ લોકો પ્રભાવિત થશે, તેમાંથી એક લાખ અમેરિકનો પણ સંકટમાં મુકાશે એવો દાવો અમેરિકન કોંગ્રેસની થિન્ક ટેન્ક કોંગ્રેશનલ રિસર્ચ સર્વિસના રિપોર્ટમાં જણાવાયું છે.

૬ર પાનાંનો આ રિપોર્ટ અમેરિકન સાંસદોને મોકલવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં જણાવાયું છે કે ઉત્તર કોરિયા પરંપરાગત શસ્ત્રોનો ઉપયોગ કરશે તો પણ યુદ્ધના પહેલા જ દિવસે ૩૦,૦૦૦થી ત્રણ લાખ લોકો મોતને ભેટી શકે છે. રિપોર્ટના મૂલ્યાંકનના આધારે મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે કે પ્રથમ દિવસે જ ત્રણ લાખ લોકો મોતને ભેટશે.

થિન્ક ટેન્કના રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે ઉત્તર કોરિયા પાસેે પ્રતિસેકન્ડ ૧૦,૦૦૦ની ઝડપથી ફાયરિંગ કરવાની ક્ષમતા છે. યુદ્ધ જાહેર થશે તો તેમાં ચીન, જાપાન અને રશિયાની સેનાઓ પણ કૂદી પડશે. અમેરિકા માટે આ યુદ્ધ ભારે નુકસાનકારક સાબિત થઇ શકે છે. યુદ્ધ લડવા માટે કોરિયન દ્વીપકલ્પમાં મોટી સંખ્યામાં અમેરિકી સેેના જોડાશે, જેના કારણે અમેરિકન લશ્કરી તંત્રને મોટું નુકસાન પહોંચશેે. દરમિયાન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સે જણાવ્યું છે કે ઉત્તર કોરિયાના અણુ પ્રોગ્રામને રોકવા માટે અમેરિકા તેની વિરુદ્ધ આર્થિક અને રાજદ્વારી દબાણ ચાલુ રાખે.

You might also like