નોર્થ કોરિયાની છઠ્ઠા પરમાણુ પરિક્ષણની તૈયારી : વિશ્વની ઉંઘ ઉડી

સિયોલ : ઉતર કોરિયા દ્વારા કરાયેલા પાંચમા પરમાણુ બોમ્બ પરિક્ષણ મુદ્દે ચિંતાઓ હજી શમી નથી ત્યાં તે ફરીથી પરમાણું પરિક્ષણ કરવા માટે તૈયાર હોવાનાં સમાચાર આવી રહ્યા છે. દક્ષિણ કોરિયાનાં સંરક્ષણ મંત્રાલયે પોતાનાં ગુપ્તચર સુત્રોનાં હવાલાથી સમાચાર આપ્યા છે. કહેવાઇ રહ્યું છે કે, ઉતરકોરિયા કોઇ પણ સમયે પોતાનું આગામી પરમાણુ પરિક્ષણ કરી શકે છે.

ઉતર કોરિયાએ ગત્ત શુક્રવારે શક્તિશાળી પરમાણુ પરિક્ષણ કર્યું હતું. સંયુક્ત રાષ્ટ્રનાં કડક પ્રતિબંધો સહી રહેલા આ દેશ પર વધારે કડક કાર્યવાહીની તૈયારીઓ ચાલી રહી છે. જો કે કાર્યવાહીથી બેપરવાહ હોય તેમ વધારે એક પરમાણુ પરિક્ષણનાં સમાચાર આવ્યા છે. ઉતર કોરિયાએ રવિવારે જ અમેરિકા અને તેનાં મિત્ર રાષ્ટ્રોનાં પ્રયાસોનો મજાક ઉડાવ્યો હતો. કિમ જોંગ ઉને કહ્યું હતું કે તે પોતે ક્યાંય અટકી નથી રહ્યા. સતત વિકાસ ચાલુ જ રહેશે.

સેટેલાઇટ તસ્વીરો અનુસાર પુંગે રી પરીક્ષણ સ્થળ પર ગતિવિધિઓ વધી ગઇ છે. ઉતર કોરિયા અહીં એક સુરંગ બનાવી રહ્યું છે કે જેમાં તે પોતાનો બોમ્બ મુકની પરિક્ષણ કરે છે. પુંગે રીમાં જ ઉતર કોરિયાએ પોતાનું ચોથુ અને પાંચમું પરિક્ષણ કર્યું હતું. બીજી તરફ ઉતર કોરિયાનાં વિદેશ મંત્રી રી યોંગ હો ચીનની રાજધાની બીજિંગ પહોંચ્યા છે. તેઓ પોતાનાં દેશનાંદૂતાવાસને જોવા માટે ગયેલા છે.

પરમાણુ મુદ્દે ઉતર કોરિયા મહત્વનું વાર્તાકાર રી કો અહીંનાં જુથ નિરપેક્ષ દેશોનાં સંમેલનમાં ભાગ લેવા માટે વેનેજુએલા જવાનાં છે. ત્યાર બાદ તે સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભાની બેઠકમાં ભાગ લેવા માટે ન્યૂયોર્ક જશે. જ્યારે નવા પ્રતિબંધો અંગે વાતચીત માટે અમેરિકાનાં વિશેષ દૂત સુંગ કિમ સોમવારે દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલ જશે. બીજી તરફ દક્ષિણ કોરિયાનાં સાંસદોએ સરકારને પરમાણુ હથિયારો વિકસીત કરવાની માંગ કરી છે.

You might also like