તાનાશાહ કિમ જોંગ ક્રૂર ચહેરો, બેઠકમાં સૂતા અધિકારીને ધરબી દીધી ગોળી

શિયોલ: ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ-ઉનનો ક્રૂર ચહેરો ફરી એકવાર દુનિયાની સામે આવ્યો છે. તાનાશાહ કિમ જોંગ-ઉને પોતાના વિરૂદ્ધ નીતિઓ બનાવવા અને હા માં હા ન ભરતાં બે અધિકારીઓને સરેઆમ મોતને ઘાટ ઉતરાવી દીધા છે. દક્ષિણ કોરિયાઇ મીડિયાના સમાચારો અનુસાર બંને અધિકારીઓને મારવા માટે એન્ટી એરક્રાફ્ટ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

દક્ષિણ કોરિયાના એક સમાચારપત્રના સૂત્રોના હવાલેથી મળતી જાણકારી અનુસાર મૃત્યું પામેલા બે અધિકારીઓમાંથી એકની ઓળખ રી યાંગ-જિન તરીકે થઇ છે, જે શિક્ષણ મંત્રાલયમાં અધિકારી હતા. સમાચારપત્રનું માનીએ તો રી યાંગ-જિન તાનાશાહની સાથે એક બેઠક દરમિયાન ઉંઘી ગયા હતા, કિમ જોંગ-ઉને જોયું કે અધિકારી તેમની વાતો પર માથું હલાવી રહ્યો નથી, જેથી તે ગુસ્સામાં આવી ગયા. ઘટનાસ્થળ પર જ અધિકારીની ધરપકડ કરી લેવામાં અને પછી તેની સાથે પુછપરછ કરવામાં આવી. સમાચારપત્રનું કહેવું છે કે અધિકારી સાથે પૂછપરછ દરમિયાન ભ્રષ્ટાચારનો પણ ખુલાસો થયો. જેના લીધે તેને મોતની સજા ફટકારવામાં આવી.

તો બીજી તરફ તાનાશાહનો બીજો શિકાર હવાંગ મિન નામનો અધિકારી થયો, જે કૃષિ મંત્રાલયમાં હતો. દક્ષિણ કોરિયાઇ સમાચારપત્રના અનુસાર તેણે જે નિતીઓનો પ્રસ્તાવ મુક્યો હતો, તેને કિમ જોંગ-ઉનના નેતૃત્વ માટે સીધો પડકાર ગણવામાં આવી રહ્યો હતો. ત્યારબાદ ઉત્તર કોરિયાની સંસદમાં યોજાયેલી બેઠકમાં અધિકારીને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. સમાચારપત્રોનું માનીએ તો અધિકારીઓને ફિયોંગયાંગની મિલિટ્રી એકેડમીમાં એન્ટી-ક્રાફ્ટ ગન વડે ગોળી મારવામાં આવી. આ કત્લેઆમ દક્ષિણ કોરિયાનું એક સમાચારપત્ર લખે છે કે જે પ્રકારે ઉત્તર કોરિયા લોકોને ખુલ્લેઆમ મોતની સજા આપવામાં આવી રહી છે તેનાથી ત્યાં આતંકવાદના નવું સામ્રાજ્ય સ્થાપિત થવાનું કહેવામાં આવી રહ્યું છે.

You might also like