અમેરિકા કે તેના કોઇ સાથી પર હૂમલો થશે નોર્થ કોરિયાએ ભોગવવું પડશે

વોશિંગ્ટન : અમેરિકાએ ઉત્તર કોરિયાને આકરી ચેતવણી આપતા કહ્યું કે જો તેના સહયોગી દેશો પર પરમાણુ યુદ્ધ થોપવામાં આવશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના સંરક્ષણ સચિવ જિમ મૈટિસે આ નિવેદન સિયોલની બે દિવસની યાત્રાનાં અંતિમ દિવસે આપ્યું હતું. તેમણે ચેતવણી આપી કે જો તેમના સહયોગી અથવા અમેરિકા પર કોઇ પ્રકારનો હૂમલો થયો તો ન માત્ર દુશ્મનને પરાસ્ત કરવામાં આવે પરંતુ પરમાણુ હથિયારનો ઉપયોગ કરવામાં પણ અમેરિકા પાછળ નહી હટે.

મેટિસને આ નિવેદન તે સમાચારના અનુસંધાનમાં આપ્યું કે, જેમાં જણાવાયુ હતું કે ઉત્તર કોરિયા ટુંકમાં જ ફરી એકવાર બેલેસ્ટિક મિસાઇલનું પરિક્ષણ કરી શકે છે. અમેરિકાએ તેને ટ્રમ્પ સરકારને મળેલા પડકાર તરીકે લીધો હતો. ઉલ્લેખનીય છે કે, ઉત્તર કોરિયા સતત દક્ષિણ કોરિયા પર હૂમલાઓ કરી તેને પાયમાલ કરવાનો આરોપ લગાવ્યો હતો.

નોંધનીય છે કે દક્ષિણ કોરિયા અમેરિકાનાં મહત્વના સહયોગી દેશો પૈકીનો એખ છે. ઉત્તર કોરિયાએ પ્રતિબંધો છતા પણ ગત્ત કેટલાક વર્ષમાં મિસાઇલ પરિક્ષણ ઉપરાંત બે પરમાણુ પરિક્ષણ પણ કર્યા હતા. આ પરિક્ષણો બાદ ઉત્તર કોરિયા પર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પણ પ્રતિબંધો લગાવાયા હતા.

You might also like