ઉત્તર કોરિયાની મિસાઇલ થઇ ગઇ ફેલ

સોલઃ દક્ષિણ કોરિયાના સુરક્ષા વિભાગ દ્વારા ઉત્તર કોરિયા તરફથી તેમના સંસ્થાપકના જન્મદિવસે કરવામાં આવેલા મિસાઇલ પ્રક્ષેપણ નિષ્ફળ રહ્યું છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ સત્તાધારી દળની આગામી મહિને યોજાઇ રહેલી બેઠકની તૈયારીમાં જોડાયેલા છે. તજજ્ઞોનોનું માનવું છે કે તે તેમના તાનાશાહી સાશનને વધારે મજબુત કરવાની દિશામાં તેનો ઉપયોગ કરશે.

દક્ષિણ કોરિયાનો દાવો : ઉત્તર કોરિયાએ ફરી મિસાઇલ પરિક્ષણ કર્યુ

દક્ષિણ કોરિયા અને અમેરિકા વચ્ચે થયેલા વાર્ષિક સૈન્ય સભ્યોને હુમલાની તૈયારી અંગે સચેત કરવા સાથે ઉત્તર કોરિયા તે અભ્યાસોની વિરૂદ્ધ સમૃદ્રમાં અનેક મિસાઇલ્સ અને ગોળાઓ દબાવ્યા છે. સુરક્ષા વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આજે સવારે છોડવામાં આવેલી મિસાઇલ ટૂંકા અંતરની હતી કે પછી મધ્યમ અંતરની? તેનો  અંદાજ નથી. પરંતુ ઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવેલ આ પ્રક્ષેપણ ત્યારે કરાયું કે જ્યારે દક્ષિણ કોરિયામાં તે અંગે અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે તેમનો પ્રતિદ્વંદ્વી 3500 કિલોમીટરના અંતરની મારક સમક્ષમતા રાખનારી મધ્યમ અંતરની એક મિસાઇલનું પ્રક્ષેપણ કરવાની તૈયારી કરી રહ્યા હતા.

બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરિક્ષણ : ઉત્તર કોરિયા ઇચ્છે તો અમેરિકાને ચપટીમાં ચોળી નાખવા સમર્થ

આ મિસાઇલ જાપાન અને ગૌમ સ્થિત અમેરિકી સૈન્ય પ્રતિષ્ઠાનો સુધી પહોંચવાની  સક્ષમતા ધરાવે છે. વિદેશી વિશેષજ્ઞોએ આ મિસાઇલને મુસુદાન નામ આપ્યું છે. આ નામ પૂર્વોત્તર સ્થિત તે ગામના નામ પર આધારિત છે. જ્યાંથી પ્રક્ષેપણ કરવામાં આવ્યું છે.

You might also like