ઉત્તર કોરિયાએ ચાર મિસાઇલ છોડીઃ ત્રણ જાપાનના સમુદ્રમાં ત્રાટકી

 

સિઓલઃ છેલ્લાં ૭૦ વર્ષથી તણાવગ્રસ્ત ઉત્તર કોરિયામાં તંગદિલી વધવાની દહેશત છે. દ‌િક્ષણ કોરિયાએ જણાવ્યું છે કે ઉત્તર કોરિયાએ પોતાના પૂર્વીય સમુદ્ર કિનારેથી કેટલીયે મિસાઇલ તાકી હતી. એ જ રીતે જાપાને પણ જણાવ્યું છે કે આમાંથી ત્રણ મિસાઇલ અરબી સમુદ્રમાં પડી હતી. જાપાનના વડા પ્રધાન શિંજો આબેએ જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાએ ચાર મિસાઇલનું પરીક્ષણ કર્યું છે જેમાંથી ત્રણ મિસાઇલ જાપાનના એકસકલુઝિવ ઇકોનોમિક ઝોનમાં જઇને પડી હતી. દ‌િક્ષણ કોરિયાના સંરક્ષણ મંત્રાલયે પણ જણાવ્યું છે કે ઉત્તર કોરિયાએ કેટલીયે મિસાઇલ તાકી છે જે ૧,૦૦૦ કિલોમીટર દૂર જઇને પડી હતી.

દ‌િક્ષણ કોરિયાના સંરક્ષણ મંત્રાલયના પ્રવકતા કવુનકી-જૂને જણાવ્યું હતું કે આ મિસાઇલ ઉત્તર કોરિયાના તોંગજાંગ-રી પ્રાંતથી ઇસ્ટ સી ઓફ જાપાનમાં તાકવામાં આવી હતી. તોંગપેેંગ-રીમાં સેટેલાઇટ સ્ટેશન પણ છે. અહીં ચાલી રહેલી પ્રવૃત્તિથી જાપાન ખૂબ જ ચિંતીત છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ઉત્તર કોરિયાએ આ મિસાઇલનું પરીક્ષણ દ‌િક્ષણ કોરિયા અને અમેરિકાની વાર્ષિક લશ્કરી કવાયત ‘ફોલ ઇગલ’ના ભાગરૂપે કરી છે. સીએનએનએ જણાવ્યું હતું કે અમેરિકા અને તેના સાથી દ‌િક્ષણ કોરિયા બંને અમારા દરવાજા પર અણુયુદ્ધ છેડવા કવાયત કરી રહ્યા છે અને અમારું લશ્કર તેનો જવાબ આપશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગયા મહિને ઉત્તર કોરિયાએ જણાવ્યું હતું કે તેમણે દેશના ટોચના નેતા કિમ જોંગ ઉનના નેતૃત્વ હેઠળ એક નવા પ્રકારના બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું. અમેરિકાના નવા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કાર્યભાર સંભાળ્યા બાદ ઉત્તર કોરિયાનું આ પ્રથમ મિસાઇલ પરીક્ષણ હતું. સંયુકત રાષ્ટ્રસંઘે મિસાઇલ અને અણુ ટેકનોલોજીના પરીક્ષણ પર પ્રતિબંધ મૂકયો હોવા છતાં ઉત્તર કોરિયા સતત આવાં પરીક્ષણો કરતું રહે છે. જાપાની અધિકારીઓએ ઉત્તર કોરિયાના તાજેતરના મિસાઇલ પરીક્ષણને ગંભીર ખતરો ગણાવીને જણાવ્યું હતું કે તેનો પ્રચંડ વિરોધ કરવો જોઇએ. જોકે અમેરિકન સેેના તરફથી કોઇ પ્રતિક્રિયા આવી નથી.

http://sambhaavnews.com/

You might also like