ઉત્તર કોરિયાએ મિસાઇલ પરીક્ષણને ગણાવ્યું સફળ, કહ્યું-અમેરિકા માટે ખતરો છે

સોલ: ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને મધ્યમ અંતરની એક નવી શક્તિશાળી મિસાઇલના સફળ પરીક્ષણના વખાણ કરતાં કહ્યું કે આ પ્રશાંત ક્ષેત્રમાં અમેરિકાના સૈન્ય અડ્ડાઓને માટે સીધો ખતરો છે.

સરકારી સમાચાર એજન્સી કેસીએનએના સમાચાર અનુસાર કાલે થયેલા મસદાન મિસાઇલના પરીક્ષણની પોતે નજર રાખનાર કિમે કહ્યું કે આ એક ‘મોટો અવસર’ છે, જેને ખતરાની સ્થિતિમાં પોતાની તરફથી પહેલાં પરમાણું હુમલો કરવાની, ઉત્તર કોરિયાની ક્ષમતાને વધારી છે.

કિમના હવાલેથી કહેવામાં આવ્યું ‘પ્રશાંત ક્ષેત્રમાં અમેરિકીઓ પર સમગ્ર અને વ્યવહારિક રીતે હુમલો કરવા માટે અમારી પાસે સુનિશ્વિત ક્ષમતા છે.’ મસદાનની મારક ક્ષમતા 2500થી 4000 કિલોમીટર વચ્ચેની છે. ન્યૂનતમ અંતર હેઠળ દક્ષિણ કોરિયા અને જાપાન તેની હદમાં આવે છે જ્યારે સીમા હેઠળ ગુઆમ સ્થિત અમેરિકી સૈન્ય અડ્ડા તેની પહોંચમાં આવી જાય છે.

તાજેતરમાં જ મહિનાઓમાં મળેલી કેટલીક નિષ્ફળતાઓ બાદ ઉત્તર કોરિયાએ કાલે બે મસદાન મિસાઇલોનું પરીક્ષણ કર્યું. તેમાંથી એક જાપાન સાગરમાં 400 કિલોમીટર સુધી ઉડી. કેસીએનએએ કહ્યું કે મિસાઇલોને ઊંચા કોણ પર દાગવામાં આવી હતી જેથી તે પોતાની અધિકતમ દૂર સુધી જઇ શકે. તે આયોજન સફળતાપૂર્વક કરી લેવામાં આવ્યું અને તેમાં આસપાસના દેશોની સુરક્ષા પર કોઇ અસર પડી નહી.

You might also like