ઉત્તર કોરિયાએ શોર્ટ રેન્જ મિસાઇલોનું પરીક્ષણ કર્યુંઃ અમેરિકા સાથેના સંબંધો પર અસર થશે

ઉત્તર કોરિયાએ આજે સવારે ઘણી બધી શોર્ટ રેન્જ મિસાઇલોનું પરીક્ષણ કર્યું છે. આ તમામ પરીક્ષણ ઈસ્ટર્ન કોસ્ટથી કરાયા છે. તેની જાણકારી ઉત્તર કોરિયાના અધિકારીઓેએ આપી છે. પરીક્ષણ બાદ આ મિસાઇલ ૭૦થી ર૦૦ કિ.મી.ના અંતર સુધી ગઇ અને બાદમાં સાગરમાં ડૂબી ગઇ.

દ‌િક્ષણ કોરિયાએ આ પરીક્ષણો અંગે કહ્યું કે અમારી સેના વર્તમાન સ્થિતિ અને આગળની સંભાવનાઓ પર નજર રાખી છે. સિયોલ અને વોશિંગ્ટન એક સાથે મળીને સંપૂર્ણ રીતે તૈયાર છે. અઠવા‌િડયા અગાઉ ઉત્તર કોરિયાએ ટેકનિકલ ગાઇડેડ વેપન્સનું પરીક્ષણ કર્યું હતું. ત્યાંના મીડિયાના જણાવ્યા મુજબ કિમ જોંગ ઉનેે આ પરીક્ષણનાં વખાણ કર્યાં છે. તેમણે કહ્યું કે આ કારણે પિપલ્સ આર્મીની શકિતમાં વધારો થશે.

ઉલ્લેખનીય છે કે ઉત્તર કોરિયાએ અમેરિકા સાથે અેક સંધિ કરી છે જે હેઠળ તે લાંબા અંતરના મિસાઇલનું પરીક્ષણ નહીં કરે. આવામાં જ્યારે આ શોર્ટ રેન્જ મિસાઇલ છે તો તેનાથી અમેરિકા નોર્થ કોરિયાના સંબંધો પર અસર પડવાની સંભાવનાઓ ઓછી છે. નિષ્ણાતોનું એમ પણ માનવું છે કે જેેટલા અંતરની મિસાઇલનું પરીક્ષણ કરાયું છે તે અમેરિકા સાથે થયેેલી સંધિનું ઉલ્લંઘન છે.

You might also like