દર અઠવાડિયે અણુ પરીક્ષણ કરીશુંઃ નોર્થ કોરિયાઃ અણુ યુદ્ધનો ખતરો

પ્યોંગયાંગ: નોર્થ કોરિયા અને અમેરિકા વચ્ચે પરમાણુ યુદ્ધનો ખતરો પેદા થવાથી વૈશ્વિક શાંતિ જોખમમાં મુકાય છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં નોર્થ કોરિયાના રાજદ્વારી કીમ ઈન રેયોંગે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે નોર્થ કોરિયા દર અઠવાડિયે પરમાણુ પરીક્ષણ કરશે અને જો અમેરિકા ઉશ્કેરણીજનક કાર્યવાહી કરશે તો નોર્થ કોરિયા તેના પર પરમાણુ હુમલો કરતાં સહેજ પણ ખચકાશે નહીં.

તેમણે કોરિયા ઉપખંડમાં પરમાણુ યુદ્ધની સ્થિતિ ઊભી થવા માટે અમેરિકાને સીધી રીતે જવાબદાર ઠેરવ્યું છે. નોર્થ કોરિયાએ સ્પષ્ટપણે ધમકી આપી છે કે તે કોઈ પણ ક્ષણે વિનાશક અણુ યુદ્ધ છેડી શકે છે. નોર્થ કોરિયા દર અઠવાડિયે મિસાઈલ ટેસ્ટ કરશે એવી ધમકી આપી છે. દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે નોર્થ કોરિયાને પોતાની મર્યાદામાં રહેવા ચેતવણી આપી છે.

અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ માઈક પેન્સે નોર્થ કોરિયાને વોર્નિંગ આપી છે કે તેણે સિ‌િરયા અને અફઘાનિસ્તાનમાં થયેલા અમેરિકાના હુમલા પરથી સબક શીખવો જોઈએ. આ ચેતવણી સામે નોર્થ કોરિયાના વાઈસ ફોરેન મિનિસ્ટર હાન સોંગ-રેયોલે જણાવ્યું હતું કે અમે હવે વીકલી, મંથલી અને યરલી બે‌િસસ પર મિસાઈલ ટેસ્ટિંગ કરીશું. અમારા અણુ શસ્ત્રો અમારા દેશની સુરક્ષા માટે છે.

જ્યારે કીમ ઈન રેયોંગે જણાવ્યું છે કે અમે દરેક પ્રકારના યુદ્ધની તૈયારી કરી રહ્યા છીએ. અમે અમેરિકાને મિસાઈલ કે અણુ હુમલા દ્વારા વળતો જવાબ આપીશું. નોર્થ કોરિયાના એક વરિષ્ઠ અધિકારીએ અમેરિકા પર એવો આક્ષેપ કર્યો છે કે અમેરિકાએ કોરિયા ઉપખંડને વિશ્વની સૌથી સંવેદનશીલ જગ્યા બનાવી દીધી છે અને એક ખતરનાક સ્થિતિ ઊભી કરી છે, જેના કારણે હવે ગમે તે ઘડીએ થર્મોન્યુક્લિયર યુદ્ધ છેડાઈ શકે છે.

અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ માઈસ પેન્સે કડક શબ્દોમાં જણાવ્યું હતું કે નોર્થ કોરિયા હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ધીરજની કસોટી ન લે તો વધુ સારું રહેશે. વાસ્તવમાં અમેરિકા કોઈ પણ સંજોગોમાં નોર્થ કોરિયાના પરમાણુ અને મિસાઈલ કાર્યક્રમને બંધ કરાવવા માગે છે, પરંતુ નોર્થ કોરિયા પીછેહઠ કરવા તૈયાર નથી અને હવે બંને દેશો વચ્ચે અણુ યુદ્ધ નિશ્ચિત હોવાનું માને છે. ડોનાલ્ડ ટ્રમ્પ એવું પણ કહી ચૂક્યા છે કે જો ચીન નોર્થ કોરિયાના અણુ કાર્યક્રમ પર લગામ લાગી શકતું ન હોય તો અમેરિકા એકલા હાથે નોર્થ કોરિયા સામે કામ લેશે.
http://sambhaavnews.com/

You might also like