ઉ.કોરિયાના સરમુખત્યાર કિમ જોંગના સાવકા ભાઇની મલેશિયામાં હત્યા

સીઓલ: ઉત્તર કોરિયાના સરમુખત્યાર નેતા કિમ જોંગના સાવકા ભાઇની મલેશિયામાં હત્યા કરવામાં આવી છે. દ‌િક્ષણ કોરિયાના મીડિયા અહેવાલો અનુસાર ઉત્તર કોરિયાની મહિલા એજન્ટે ઝેરી ઇન્જેકશન આપીને કિમ જોંગના સાવકા ભાઇ કિમ ચોલની હત્યા કરી છે. જોકે સીઓલ અને કુવાલાલમ્પુરના અધિકારીઓએ હજુ સુધી તેમના મોતના અહેવાલને સમર્થન આપ્યું નથી.

મલેશિયાની પોલીસે જણાવ્યું હતું કે મૃતકની ઓળખ કિમ જોંગના ભાઇ કિમ ચોલ તરીકે કરવામાં આવી છે. તે પોતાની સારવારઅર્થે કુવાલાલમ્પુર આવ્યો હતો અને રસ્તામાં જ તેનું મોત થયું હતું. દ‌િક્ષણ કોરિયાના મીડિયાનું કહેવું છે કે જોંગ નામે નકલી પાસપોર્ટ બનાવીને કિમ ચોલના નામે પ્રવાસ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તર કોરિયાની જાસૂૂસી એજન્સી ધ રેકેન્નોયસાં જનરલ બ્યૂરોએ એરપોર્ટ પર જોંગ નમેેના અંગરક્ષકો અને મલેશિયન પોલીસ વચ્ચે સુરક્ષાને લગતી છટકબારીનો લાભ ઉઠાવીને તેની હત્યાને અંજામ આપ્યો હતો. દ‌િક્ષણ કોરિયાના પ્રવકતાના જણાવ્યા અનુસાર બે મહિલા એજન્ટોએ કુવાલાલમ્પુરમાં એક એરપોર્ટ પર ઝેરી સોયનો ઉપયોગ કરીને કિમ જોંગના સાવકા ભાઇ જોંગ નમે (ઉ.વ.૪પ)ની હત્યા કરી હતી.
http://sambhaavnews.com/

You might also like