ઉત્તર કોરિયાએ UNની પાબંધી હોવાછતાં કર્યું મિસાઇલ પરિક્ષણ

પ્યોંગયાંગ: ઉત્તર કોરિયાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રતિબંધો હોવાછતાં પૂર્વી સમુદ્રમાં ઓછા અંતરની મિસાઇલોનું પરિક્ષણ કર્યું છે. પરિક્ષણ પહેલાં જ સુરક્ષા પરિષદે પ્યોંગયાંગ પર 20 વર્ષમાં પહેલીવાર કેટલાક આકરા પ્રતિબંધો લાદ્યા હતા.

દક્ષિણ કોરિયાના રક્ષા મંત્રાલયે ઉત્તરી કિનારા પર સમુદ્રમાં કેટલીક નવી મિસાઇલોના પરિક્ષણનો દાવો કર્યો છે. ઉત્તર કોરિયાના નવા પરિક્ષણોથી કોઇ સીધો ખતરો હોવાનું જણાવવામાં આવ્યું નથી પરંતુ તેને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધના જવાબના રૂપમાં જોવામાં આવી રહ્યું છે.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે બે દાયકામાં ઉત્તર કોરિયા પર સૌથી કઠોર પ્રતિબંધોને મંજૂરી આપી. આ પગલું બધા પરમાણું સંબંધી ગતિવિધિઓ પર પાબંધી હોવાછતાં પ્યોંગયાંગના તાજેતરના પરિક્ષણ અને રોકેટ લોન્ચિંગ પર નારાજગી જોવા મળી રહી છે.

અમેરિકા અને ઉત્તર કોરિયાના પારંપરિક સહયોગી ચીને નવા પ્રતિબંધો પર સાત અઠવાડિયા સુધી વાતચીત કરી જેમાં જમીન, સમુદ્ર કે હવાઇ માર્ગથી ઉત્તર કોરિયાથી જનાર અને આવનાર માલનું ફરજિયાત ચેકીંગ, પ્યોંગયાંગના નાના હથિયાર અને સામાન્ય હથિયારોના વેચાણ અને હસ્તાંતરણ પર પ્રતિબંધ જેવા વિષયોનો સમાવેશ થાય છે.

You might also like