નોર્થ કોરિયાનો દાવો તેમનો એક પરમાણુ બોમ્બ અમેરિકાના શહેરને કરી દેશે તબાહ!, જુઓ આ વીડિયો

નવી દિલ્હીઃ ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ બાદ સોશિયલ મીડિયા પર વાયર થયેલા એક વીડિયોએ દુનિયામાં હાહાકાર મચાવી દીધો છે. પરમાણુ યુદ્ધ એટલેકે તૃતીય વિશ્વ યુદ્ધ શરૂ થવાની આશંકા વચ્ચે લોકો દહેશતમાં જીવી રહ્યાં છે. પરમાણુ બોમ્બ પડવા સાથે શહેર આગમાં હોમાઇ જાય છે. કેટલાક લોકો આ વીડિયોને હકિકત માની રહ્યાં છે. જોકે અમેરિકાએ તેને ઉત્તર કોરિયાના પ્રોપેગેંડા કહ્યું છે. મળતી માહિતી મુજબ આ વીડિયો કિમ જોગે તેમના તરફથી બહાર પાડ્યો છે.

આ વીડિયોમાં સૌથી પહેલા એક કાર્યક્રમમાં ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ તેમનું સ્વાગત કરી રહ્યાં હતા. ત્યાર બાદ એક વીડિયો ચલાવવામાં આવે છે. જેમાં ઉત્તર કોરિયા તરફથી અતંરમહાદ્વીપીય બેલેસ્ટિક મિસાઇલથી અમેરિકા શહેરમાં પરમાણુ બમ ફેંકવામાં આવે છે. આ બોમ્બથી અમેરિકાનું શહેર આગમાં ફેરવાઇ જાય છે. તેમાં અમેરિકાનો ઝંડો પણ બળતો જોવા મળી રહ્યો છે. ત્યાર બાદ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ અને સેનાના અધિકારી તાળીઓ પાડીને ખુશી વ્યક્ત કરી રહ્યાં હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યું છે. આ સાથે જ ઉત્તર કોરિયામાં સૈન્ય બેન્ડ પણ વગાડવામાં આવે છે.

You might also like