ટ્રમ્પ-કિમ મુલાકાતથી પહેલા ઉ.કોરિયાનું મોટુ પગલુ, સૌથી મોટી ન્યૂક્લિયર ટેસ્ટ સાઈટને કરી ધ્વસ્ત

ઉત્તર કોરિયાએ આખરે ગુરૂવારે પોતાના પંગગી-રિ નામક પરમાણું પરીક્ષણ સ્થળને પૂરી રીતે ધ્વસ્ત કર્યુ છે. ચીનની ન્યૂઝ એજેંસી શિન્હુઆ પ્રમાણે, ઉત્તર કોરિયાએ પૂર્વોત્તર સ્થિત પંગગી-રિ પરમાણું પરીક્ષણ સ્થળને નષ્ટ કર્યુ છે. જણાવી દઈ એ કે ઉત્તર કોરિયાએ બુધવારે પરમાણું સ્થળોનું વિનાશ જોવા માટે વિદેશી પત્રકારોને આમંત્રીત કર્યા હતા.

જણાવી દઈએ કે આ પરીક્ષણ સ્થળ ઉત્તર કોરિયાના છ સ્થળોમાં સૌથી શક્તિશાળી છે. જ્યા ઉત્તર કોરિયાઈ દાવા પ્રમાણે હાઈડ્રોજન બોમ પરીક્ષણ કર્યુ હતુ. પરમાણુ પરીક્ષણ સ્થળોને નષ્ટ કરવાની ઉત્તર કોરિયાની યોજના ટ્રમ્પ અને કિમ મુલાકાત માટે એક યોજનાબદ્ધ સદ્ભાવના સંકેતનો હિસ્સો છે. પણ બંન્ને વચ્ચે છેલ્લા કેટલાક દિવસોમાં ઐતિહાસિક બેઠકને લઈ શરૂ થયેલા સંશયના કારણે નષ્ટીકરણ પર શંકા વ્યક્ત કરવામાં આવે છે.

ટ્રમ્પ-કિમ વાટાઘાટો માટે વ્હાઈટ હાઉસ તૈયાર

સિંગાપુરમાં 12 જૂને ટ્રમ્પ અને કિમ જોંગ-ઉન વચ્ચે થનારી વાતચીતની અનિશ્ચિતતા વચ્ચે વ્હાઈટ હાઉસે કહ્યુ છે કે તે બંન્ને નેતાઓના આ સંમ્મેલન માટે તૈયાર છે. પરંતુ ઉત્તર કોરિયાએ અમેરિકા અને દક્ષીણ કોરિયાના સંયુક્ત યુદ્ધાભ્યાસનો વિરોધ કરતા બેઠક રદ્દ કરવાની ધમકી આપી છે જ્યારે ટ્રમ્પ પણ વાતચીતમાં સમય લાગવાની આશંકા વ્યક્ત કરી ચુક્યા છે.

આ તમામ અનિશ્ચિતતાઓ વચ્ચે વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ સારા સેંડર્સે પત્રકારોને કહ્યુ હતુ કે જો કિમ મળવા માંગે છે તો અમે શિખર સંમેલન માટે પૂરી રીતે તૈયાર છીએ. આ વચ્ચે અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા હીદર નોર્ટે ઉત્તર કોરિયાની તે ઘોષણાનું સ્વાગત કર્યુ જેમા કિમ જોંગ-ઉને પરમાણું પરીક્ષણ સ્થળને સમાપ્ત કરવાનું એલાન કર્યુ છે.

You might also like