નોર્થ કોરિયાએ રોકેટ એન્જિનનું પરીક્ષણ કરતાં ખળભળાટ

સિઓલ: એક મોનિટરિંગ ગ્રૂપે બુધવારે ઉત્તર કોરિયા દ્વારા એક નાના રોકેટ એન્જિનનું પ્રક્ષેપણ કરવામાં આવ્યું હોવાના અહેવાલને સમર્થન આપ્યું છે. આ અગાઉ એક અમેરિકન અધિકારીએ જણાવ્યું હતું કે આ પરીક્ષણ બેલેસ્ટિક મિસાઇલ વિકસિત કરવાની દિશામાં એક વધુ પગલું હોઇ શકે છે. જાણીતા વિશ્લેષણ ગ્રૂપે ૩૮ નોર્થને એવું જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાના સોહે નામના ઉપગ્રહ પ્રક્ષેપણ સ્થળથી જે પ્રક્ષેપણ કરવામાં આવ્યું છે તેમાં આઇસીબીએમ એન્જિન છે કે નહીં તેની જાણ નથી.

સેટેલાઇટ દ્વારા લેવામાં આવેલી તસવીરોના વિશ્લેષણના આધારે વોશિંગ્ટનના આ મોનિટરિંગ ગ્રૂપે જણાવ્યું હતું કે તસવીરો પરથી એવું પ્રસ્થાપિત થાય છે કે પરમાણુ શસ્ત્રોથી સજ્જ ઉત્તર કોરિયાએ એક નાનકડા રોકેટ એન્જિનનું પરીક્ષણ કર્યું છે. આ દર્શાવે છે કે ઉત્તર કોરિયા પાસે એવી ટેકનિકલ અને શસ્ત્ર સરંજામ સંબંધિત ક્ષમતા છે, જે કોઇ પણ જાતની આગોતરી ચેતવણી વગર પરીક્ષણને અંજામ આપી શકે છે.

વોશિંગ્ટનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાએ એક એવા એન્જિનનું પરીક્ષણ કર્યું છે જે આઇસીબીએમ રોકેટનું સાવ પ્રારંભિક તબક્કો હોઇ શકે. ઉત્તર કોરિયા સતત એવી વાતો કરી રહ્યું છે કે તેમણે આઇસીબીએમ એન્જિન બનાવી દીધું છે જે તેના સામ્રાજ્યવાદી શત્રુ અમેરિકાના મુખ્ય વિસ્તારોને નિશાન બનાવી શકે છે. ઘણા વિશ્લેષકોનું માનવું છે કે ર૦૧૧માં કિમ જોંગે સત્તા સંભાળ્યા બાદ ઉત્તર કોરિયાની મિસાઇલ ક્ષમતામાં ભારેે વધારો થયો છે.
http://sambhaavnews.com/#myCarousel

You might also like