ઉત્તર કોરિયાએ બૈલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યાનો દક્ષિણ કોરિયાનો દાવો

નવી દિલ્હી : ઉત્તર કોરિયાએ એક બૈલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. દક્ષિણ કોરિયાના રક્ષા મંત્રાલયએ જાણકારી આપી કે ડોનાલ્ડ ટ્રમ્પના અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ઉત્તર કોરિયાએ આ મિસાઇલનું પરિક્ષણ કર્યું. સ્થાનિક સમય મુજબ 7 વાગ્યાને 55 મિનીટે મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું. મિસાઇલ પૂર્વ જાપાની સાગર તરફ કરવામાં આવ્યું. આ મિસાઇલ 500 કિમીની રેન્જ બાદ સમુદ્રમાં પડ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ઉત્તર કોરિયા સતત મિસાઇલ તેમજ પરમાણુ પરીક્ષણ કરી રહ્યું છે. તેની સાથે તે પરીક્ષણબાદ ઉત્તેજક ટીપ્પણી પણ કરતું હોય છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગે જાન્યુઆરીમાં કહ્યું હતું કે તેમનોદેશ લાંબી દૂરી સુધીની મિસાઇલનું પરીક્ષણ ટૂંક સમયમાં કરશે અને આ મિસાઇલ પરમાણુ હથિયાર લઇ જવામાં પણ સક્ષમ હશે.
http://sambhaavnews.com/

You might also like