આંતરરાષ્ટ્રીય દબાણને નજરઅંદાજ કરી ઉ. કોરિયાએ ફરી કર્યું મિસાઇલ પરીક્ષણ

ઉત્તર કોરિયાએ રવિવારે સવારે પોતાના પશ્ચિમી તટ પરથી ફરી એકવાર બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. દક્ષિણ કોરિયાની સેનાએ આ અંગેની જાણકારી આપતા જણાવ્યું કે આ મિસાઇલ ઉત્તર કોરિયાના પશ્ચિમના શહેર કુસોંગ નજીક સ્થાનિક સમય મુજબ સવારે છોડવામાં આવી હતી અને તે સમુદ્રમાં અંદાજે 700 કિમી દૂર જઇને પડી. ઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવેલ મિસાઇલ પરીક્ષણ બાદ દક્ષિણ કોરિયાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિએ મિસાઇલ પરીક્ષણની નિંદા કરતાં ચિંતા વ્યકત કરી હતી. તેમણે દરેક મુદ્દાને વાતચીતથી ઉકેલ લાવવા જણાવ્યું હતું. એક મળતાં અહેવાલ મુજબ ઉત્તર કોરિયાના પરીક્ષણ બાદ રાષ્ટ્રપતિએ આ મુદ્દે ચર્ચા કરવા સુક્ષા પરિષદની ઇમરજન્સી બેઠક બોલાવી છે. ઉલ્લેખનીય છે આ અગાઉ પણ ઉત્તર કોરિયા મિસાઇલ પરીક્ષણ કરી ચૂક્યું છે.

http://sambhaavnews.com/

You might also like