દુનિયાના સૌથી મોટા સાઇબર હુમલા પાછળ ઉત્તર કોરિયાનો હાથ?

સિયોલ: દુનિયાભરમાં હલ્લાબોલ મચાવનારા વનાક્રાઇ રેન્સમવેરના સાઇબર હુમલાની પાછળ ઉત્તર કોરિયાનો હાથ હોય એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સાઇબર સિક્યોરિટી કંપની સિમનટેક કોર્પ અને કેસ્પરસ્કાઇ લેબએ કહ્યું કે રેન્સમવેર હુમલાની પાછળ ઉત્તર કોરિયાનો હાથ હોવાની તપાસ કરવામાં આવી રહી છે.

એક બાજુ ફરીથી સાઇબર હુમલાનું જોખમ મંડરાઇ રહ્યું છે. દક્ષિણ કોરિયાના સાઇબર સિક્યોરિટી એક્સપર્ટે આ ચેતવણી આપી છે. દક્ષિણ કોરિયા આ બાબત માટે ઉત્તર કોરિયાને જવાબદાર ગણાવ્યા છે. અત્યાર સુધીના સૌથી મોટા સાઇબર હુમલામાં 150 દેશોના બે લાખથી વધારે કોમ્પ્યુટરોને ટાર્ગેટ બનાવવામાં આવ્યો છે.

શુક્રવારથી બેંકો, હોસ્પિટલો અને સરકારી એજન્સીઓના કોમ્પ્યૂટર આ હુમલાના શિકાર બની રહ્યા છે. હેકર એ કોમ્પ્યૂટરોને ખાસ કરીને ટાર્ગેટ બનાવી રહ્યા છે, જેમાં માઇક્રોસોફ્ટના ઓપરેટિંગ સિસ્ટમનું જૂના વર્ઝનનો ઉપયોગ થઇ રહ્યો છે. હેકરોએ વચુઅલ કરન્સી બિટકોઇનના રૂપમાં રકમની માંગણી કરી રહ્યા છે.

સિયોલની ઇન્ટરનેટ સિક્ટોરિટી ફર્મ હોરીના નિર્દેશક સિમોન ચોઇએ જણાવ્યું કે હાલના સાઇબર હુમલામાં જે કોડનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એમાં અને એ પાછળના હુમલામાં એવી ઘણી સમાનતાઓ જોવા મળી રહી છે, જેનો દોષિત ઉત્તર કોરિયાને માનવામાં આવી રહ્યો છે.

http://sambhaavnews.com/

You might also like