ઉત્તર કોરિયાએ ફરી કર્યું મિસાઇલ પરીક્ષણ

સોલઃ ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉન દ્વારા થોડા સમય પહેલા જ પરમાણુ પરીક્ષણ અને મિસાઇલ પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. ત્યારે આજે ફરી એક વખત ઉત્તર કોરિયાએ બે પ્રાયોગિક પરિક્ષણ કર્યા છે. મળતી માહિતી પ્રમાણે આ બંને બેલિસ્ટિક મિસાઇલ પરીક્ષણ હતા. ઉત્તર કોરિયા દ્વારા છ જાન્યુઓરાની રોજ ચોથુ પરમાણુ પરીક્ષણ કર્યા બાદ વિભાજીત કોરિયાઇ દ્વિપની સેના પર દબાણ વધી ગયું છે. ત્યારે ઉત્તર કોરિયાએ ફરી એક વખત રોકેટ પ્રક્ષેપણ કર્યું છે. અમેરિકાના રક્ષા અધિકારીએ આ અંગે જણાવ્યું છે કે તેમણે બે પ્રક્ષેપણોનું નિરીક્ષણ કર્યું છે. જે બંને મધ્યમ અંતરની રોડોંગ મિસાઇલ્સ તરીકે ઓળખવામાં આવે છે. રોડોંગની મારક ક્ષમતા 1300 કિલોમીટર હોય છે.

ઉત્તર કોરિયાના સૈન્ય અધિકારીઓ દ્વારા મળતી માહિતી પ્રમાણે પહેલું મિસાઇલ્સ સવારે પાંચને 55 મિનિટે કરવામાં આવ્યું હતું. તે પૂર્વી સાગર (જાપાન સાગર)માં પડતા પહેલા 800 કિલોમીટર દૂર સુધી ઉડ્યું હતું. જ્યારે બીજી મિસાઇલ 20 મિનિટ પછી છોડવામાં આવી હતી. તેની ઉડાનની થોડી જ ક્ષણોમાં તે રડાર પરથી ગાયબ થઇ હતી. સંયુક્ત રાષ્ટ્રોએ હાલમાં લગાવેલ પ્રતિબંધ પ્રમાણે ઉત્તર કોરિયા કોઇ પણ બૈલિસ્ટિક મિસાઇલ પરીક્ષણ ન કરી શકે. જો કે નાના અંતરના પ્રક્ષેપણો પર કોઇ જ પાબંદી લગાવવામાં આવી નથી. આ મામલે જાપાનના પ્રધાનમંત્રી શિંજો આજે કહ્યું છે કે તેમણે તેમની સરકારને પરીક્ષણની તપાસ અંગેનો આદેશ આપ્યો છે. આ સાથે જ જ્યાં મિસાઇલ્સ પડ્યુ છે ત્યાં આવેલ જહાજની સુરક્ષાની પુષ્ટિનો પણ આદેશ આપ્યો છે. જ્યારે અમેરિકાના વિદેશ મંત્રાલય તરફથી પણ પ્યોંગયાંગને એક નિદેન કરવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે તેઓ એવા કોઇ પણ પગલાં ન ભરે જેને કારણે તણાવની પરિસ્થિતિ સર્જાય.

 

You might also like