અમેરિકન સૈનિકોને કુતરાનાં મોતે મારીશું : ઉત્તર કોરિયા

સોલ : નોર્થ કોરિયાએ ફરી એકવાર અમેરિકાને ધમકાવ્યું છે અને કહ્યું છે કે જો અમેરિકી સૈનિકોએ કારિયન બોર્ડર પર પોતાની ગુંડાગર્દી બંધ નહી કરે તો તેઓને કુતરાનાં મોતે મારી નાખવામાં આવશે. નોર્થ કોરિયાએ શુક્રવારે આરોપ લગાવ્યો કે અમેરિકી સૈનિકો સીમા પર રહેલા તેનાં સૈનિકોને ઉકસાવવાનાં પ્રયાસો કરે છે. તેઓ એવા અડપલા કરે છે કે જેનાં કારણે તેનાં સૈનિકો ઉત્તેજીત થઇને ઉત્તર કોરિયા પર હૂમલો કરે અથવા તો તેનાં સૈનિકોને ક્ષતી પહોંચાડે.

નોર્થ કોરિયા તરફથી બહાર પડાયેલા એક સૈન્ય અહેવાલમાં જણાવાયું કે અમેરિકન સૈનિકોને આ અંગેની ચેતવણી આપવામાં આવી છે. અહેવાલમાં કહેવામાં આવ્યું કે ગત્ત અઠવાડીયે અમેરિકન સૈનિકોએ સાઉથ કોરિયાનાં કઠપુતળી સૈનિકોને બહેકાવ્યાકે તેઓ અમારા સૈનિકોને ઉકસાવે અને તેઓને હૂમલો કરવા માટે મજબુર કરે.અમેરિકન સૈનિકોએ નોર્થ કોરિયન સૈનિકો તરફ આંગળીનાં ઇશારા કરીને વિચિત્ર અવાજો કરીને તેમની સામે ખુબ જ ગંદા ઇશારાઓ કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે નોર્થ કોરિયા વારંવાર અમેરિકા અને સાઉથ કોરિયા માટે ચેતવણીઓ ઉચ્ચારતું રહે છે. તે આરોપ લગાવે છે કે બંન્ને દેશનાં સૈનિકો તેનાં સૈનિકોને ઉશ્કેરવાનો પ્રયાસ કરે છે. સાઉથ કોરિયા સાથે અમેરિકા પણ વારંવાર સૈન્ય પરિક્ષણોનાં નામે ઉતર કોરિયાને આડકતરી રીતે ચેતવણીઓ આપતું રહે છે. જેનાં કારણે ઉતર કોરિયા પણ અણુપરિક્ષણોથી માંડીને બેલાસ્ટિક મિસાઇલોનું પરિક્ષણ કરે છે જેનાં કારણે જગત જમાદાર અમેરિકાને પરસેવો વળી જાય છે.

You might also like