Categories: Tech

Normal 0 false false false EN-US X-NONE X-NONE /* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:"Table Normal"; mso-tstyle-rowband-size:0; mso-tstyle-colband-size:0; mso-style-noshow:yes; mso-style-priority:99; mso-style-qformat:yes; mso-style-parent:""; mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt; mso-para-margin:0in; mso-para-margin-bottom:.0001pt; mso-pagination:widow-orphan; font-size:14.0pt; font-family:"B Bharati GopikaTwo";} એન્ડ્રોઈડની OS 5.0 લોલીપોપને ઓળખો

ન્યૂયોર્કઃ ગૂગલે આખરે એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ ૫.૦ લોન્ચ કરી દીધી છે. ઓપરેટિંગ સિસ્ટમનાં નામ હંમેશાં ડેઝર્ટ પર જ રાખવા માટે જાણીતા ગૂગલે આ વખતે લોલીપોપ નામ પસંદ કર્યું છે. અગાઉ તેનું નામ લાઈમપાઈ રાખવાનું વિચાર્યું હતું. આ લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ સૌથી પહેલાં ગૂગલે પોતાના જ ફોન નેક્સસ-૬, નેકસસ-૯ અને નેકસસ પ્લેયરમાં રાખી છે.આ લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ લોલીપોપમાં આખરે છે શું? તેની વિશેષતાઓ અને તેના ફીચર્સ શું છેઃ(૧) અન્ય ડિવાઈસ પર પણ ૫.૦ની મજાઃ નવા એન્ડ્રોઈડ વર્ઝનથી તમે એક એન્ડ્રોઈડ ડિવાઈસનાં ગીતો, ફોટો, એપ્સ અને તાજા સર્ચની મજા તમે અન્ય એન્ડ્રોઈડ ડિવાઈસ પર પણ માણી શકશો.(૨) મલ્ટિપલ ડિવાઈસ ફેસિલિટી :લોલીપોપ ડિફરન્ટ સ્ક્રીન સાઈઝ કે સ્માર્ટ વોચ તમામ ડિવાઈસને સપોર્ટ કરશે. આ ઉપરાંત તે ટીવી-કાર જેવા ડિવાઈસને પણ સપોર્ટ કરશે. તમામ ડિવાઈસ માટે ફ્લેક્સીબલ રહી શકે તે રીતે તેની ડિઝાઈન તૈયાર કરાઈ છે, જે તમારી તમામ જરૃરિયાતો સંતોષશે.(૩) મટીરિયલ ડિઝાઈનઃ તમામ એન્ડ્રોઈડ ડિવાઈસની જેમ જ લોલીપોપમાં મટીરિયલ ડિઝાઈન મેન્ટેઈન કરાઈ છે. આમ છતાં તે તમામ એન્ડ્રોઈડ ઓએસથી હટકે હશે. આ મટીરિયલ ડિઝાઈન તમને થ્રીડી એપિયરન્સનો અનુભવ કરાવશે. ગૂગલે આ ડિઝાઈન અત્યાર સુધીની સૌથી બેસ્ટ ડિઝાઈન હોવાનો દાવો કર્યો છે.(૪) અપડેટેડ કેમેરા :બર્સ્ટ મોડ અને ફાઈન સેટિંગ જેવાં ફીચર્સને લોલીપોપ સરળતાથી સપોર્ટ કરશે. તમે ફુલ રિઝોલ્યુશન ફ્રેમમાં પિક્ચર ક્લિક કરી શકશો. રૃેંફ અને ઇછઉ ફોર્મેટમાં પણ શૂટ થઈ શકશે. ેંડ્ઢદ્ભ ૪ા વીડિયો પ્લેબેકને સપોર્ટ પણ કરી શકશે. હાઈક્વોલિટીના વીડિયો પણ ફોરવર્ડ થઈ શકશે. લોલીપોપમાં સેન્સર, લેન્સ અને ફ્લેેશને કન્ટ્રોલ કરવા પ્રોફેશનલ ફીચર્સ એડ કરાયા છે.(૫) બેટરી સેટિંગ :સૌથી મહત્ત્વનું કહી શકાય તેવું આ ફીચર છે. ઓએસ ૫.૦માં નવા બેટરી સેવર ફીચર્સ નખાયા છે, જે ખૂબ જ જલદી તમારા ડિવાઈસને ચાર્જ કરશે. આ ઓએસમાં એક નવું ફ્ચિર એડ કરાયું છે, જે તમારા ફોનને ચાર્જિંગની જરૃર હશે તે પહેલાં અંદાજિત સમય સૂચવશે.(૬) સિક્યોરિટી ફીચર્સઃ લોલીપોપમાં સિક્યોરિટી ફીચર્સ ખૂબ જ જોરદાર છે. તમારી મરજી વગર તમારા ડિવાઈસનો ઉપયોગ અન્ય કોઈ કરી શકશે નહીં. તમારી પ્રાઈવેટ ફાઈલ્સ કોઈ ટચ પણ નહીં કરી શકે, તેમાં એન્ડ્રોઈડ સ્માર્ટ લોક છે, જે તમારા ફોન કે ટેબ્લેટને સિક્યોર બનાવશે. તમારા કોઈ પણ વેરેબલ ડિવાઈસ સાથે મેચ થયા બાદ જ તેનું લોક ખૂલી શકશે.(૭) અપડેટેડ નોટિફિકેશન સ્ક્રીનઃ તમે તમારા લોકસ્ક્રીનમાં પણ મેસેજનો રિપ્લાય આપી શકશો અને કોઈ પણ મેસેજ જોઈ શકશો. તમે ગેમ રમતા હો કે મૂવી જોતા હો તે વખતે કોઈ કોલ ન આવે અને તમને ડિસ્ટર્બ ન થાય તેનું પણ ધ્યાન રખાયું છે.(૮) ક્વિક સેટિંગ્સઃ ફ્લેશલાઈટ, હોટસ્પોટ, સ્ક્રીન રોટેશન અને કાસ્ટ સ્ક્રીન કન્ટ્રોલ્સ જેવા ન્યૂ હેન્ડી કન્ટ્રોલ્સ પણ લોલીપોપ આપશે. તમે કેટલીક પરિસ્થિતિમાં બ્રાઈટનેસ મેન્યુઅલી એડ્જસ્ટ કરી શકશો. આ બધા સેટિંગ્સ જૂના એન્ડ્રોઈડ ડિવાઈસમાં ન હતા.(૯) સ્મૂથ એક્સપિરિયન્સ : ગૂગલનો દાવો છે કે જૂની એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ કરતાં લોલીપોપ ચાર ગણું સ્મૂથ હશે. તે ૬૪ બાઈટ ચિપ્સને પણ સપોર્ટ કરશે. બેટરી લાઈફ અને એપ્લિકેશન પર્ફોર્મન્સ પહેલાં કરતાં વધુ સરળ બનશે.(૧૦) ટેપ એન્ડ ગો : તમે તમારા જૂના એન્ડ્રોઈડ ડિવાઈસમાં એન્ડ્રોઈડ ૫.૦ વર્ઝન સરળતાથી ઈન્સ્ટોલ કરી શકશો. જ્યારે તમારા ફોનમાં લોલીપોપ અપડેટ થશે ત્યારે કેમેરા, વીડિયો અને ઓડિયો અનુભવમાં ચોક્કસથી ઈમ્પ્રૂવમેન્ટ અનુભવશો.

admin

Recent Posts

મહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો

મૂળ મહાભારત જ કેટલા શ્લોકોનું હતું? તેમાંથી એક લાખ શ્લોકનું મહાભારત કોણે રચ્યું? મહાભારતમાં કેટલાક સવાલો રાજા જનમેજય પૂછે છે…

13 hours ago

17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા

(એજન્સી)નવી દિલ્હી: એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)ના તાજેતરના પેરોલ ડેટા પરથી જાહેર થયું છે કે છેલ્લા ૧૭ મહિનામાં ૭૬.૪૮ લાખ…

14 hours ago

રોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમવાર ગત વર્ષ ર૦૧૭ના ચોમાસામાં આશરે રૂ.૪પ૦ કરોડના રોડ ઓછા-વત્તા અંશે ધોવાઇ જતાં સમગ્ર…

15 hours ago

પ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવકનો એકમાત્ર સ્ત્રોત પ્રોપર્ટી ટેકસ હોઇ માર્ચ એન્ડિંગના આ છેલ્લા અઠવાડિયામાં તંત્રે ચાલુ નાણાકીય વર્ષ…

16 hours ago

રાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં ચાલતી પ૩ હજાર આંગણવાડીઓ હવે ઓનલાઇન કરવાનો નિર્ણય હવે સરકારે લઈ લીધો છે આંગણવાડીઓનાં…

16 hours ago

ગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ

અમદાવાદ: શહેરના વાડજ વિસ્તારમાં આવેલ રામાપીરના ટેકરામાં રહેતા એક યુવક અને તેની ગર્ભવતી પત્નીને વાડજ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓએ માર…

16 hours ago