લ્યો હવે નરગિસે ભાવ વધારી દીધા

નરગિસ ફકરીના ભાવ રાતોરાત વધી ગયા છે. ‘કિક’માં  સલમાન સાથે સરળ આઈટમ સોંગ કર્યા બાદ નરગિસે તેના ભાવ આસમાને પહોંચાડી દીધા છે. તાજેતરમાં તેણે સાઉથના એક નામી બેનરની ફિલ્મમાં આઈટમ નંબરની ઓફર ઠુકરાવી દીધી છે. નરગિસે આ આઈટમ નંબર માટે પ્રોડ્યૂસર પાસે એક કરોડ રૃપિયાની ડિમાન્ડ કરી હતી. પ્રોડ્યૂસર પાંચ મિનિટના આ આઈટમ નંબર માટે ૫૦ લાખ આપવા તૈયાર હતા.નરગિસના મેનેજરે પ્રોડ્યૂસરને ‘કિક’માં આઈટમ નંબરની આ જબરદસ્ત સફળતાની સાથે સલમાનની આ ફિલ્મ પાછળ નરગિસના આ આઈટમ નંબરનું પણ મહત્ત્વનું યોગદાન ગણાવ્યું. લાંબી ચર્ચા બાદ પણ જ્યારે પ્રોડ્યૂસર નરગિસને ૬૦ લાખ કરતાં વધુ રકમ આપવા તૈયાર ન થયા ત્યારે નરગિસે ચોખ્ખી ના કહી. તેણે કહ્યું એક કરોડથી ઓછી રકમમાં તો કામ નહીં જ કરું.પ્રોડ્યૂસરે વીસ લાખ રૃપિયાથી ઓછામાં બોલિવૂડની એક બી ક્લાસ અભિનેત્રીને સાઈન કરી દીધી. હવે નરગિસને કોણ સમજાવે કે સલમાનની ફિલ્મો માત્ર તેના નામથી ચાલે છે. સલમાનની ફિલ્મ હિટ જાય તેમાં નરગિસના આઈટમ સોંગનું યોગદાન ન હોઈ શકે. બલકે સલમાને તેને ચાન્સ આપ્યો તે માટે સલ્લુનો આભાર માનવો જોઈએ. સલ્લુની ફિલ્મમાં તેવા લટકા-ઝટકા બતાવવાનો ચાન્સ પણ અભિનેત્રીઓને ઓછો મળતો હોય છે. જો નરગિસ આમ જ કર્યા કરશે તો આગળ જતાં તેના માટે મુશ્કેલી ઊભી થશે.

You might also like