રાષ્ટ્રપતિ ભવનમાં અર્જુન પુરસ્કારનું વિતરણ કરાયું

નવી દિલ્હી :દેશની ટોચની ટેનિસ સ્ટાર સાનિયા મિરઝાને આજે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત ભવ્ય સમારોહમાં પ્રતિષ્ઠિત રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કારથી સન્માનિત કરાવમાં આવી હતી. જીતુ રાય સહિત અનેક ખેલાડીઓને અર્જુન પુરસ્કાર એનાયત કરાવમાં આવ્યા હતા.

રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ સાનિયાને ખેલરત્ન પુરસ્કાર અર્પણ કર્યો હતો.મરૂન રંગની સાડીમાં સજ્જ સાનિયાએ જયારે પુસ્રકાર સ્વીકાર્યો ત્યારે દરબાર હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠયો હતો. આ પ્રસંગે ખેલમંત્રી સર્બાનંદ સોનોવાલ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

You might also like