અહીં લોકો તમને ફોલો કરે છેઃ અક્ષયકુમાર

અક્ષયકુમારની ‘હોલિડે’ ફિલ્મ સુપરહિટ ગયા બાદ ‘એન્ટરટેઇનમેન્ટ’એ માત્ર ચાર દિવસમાં ૫૦ કરોડથી વધુની કમાણી કરી લીધી હતી. અક્ષય કહે છે કે આ બંને ફિલ્મ અલગ હતી, પરંતુ જ્યારે આ ફિલ્મ પસંદ થઇ રહી છે ત્યારે મને લાગે છે કે મારી દરેક પ્રકારના ઓડિયન્સમાં ઓળખ બની રહી છે. હવે અક્ષયની અન્ય બે ફિલ્મ ‘શૌકિન’ અને ‘ગબ્બર’ આવશે.અક્ષય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ઇન્કમટેક્સ અને સર્વિસટેક્સ ભરીને હંમેશાં ટોપ પર રહે છે.અક્ષય કહે છે કે જો હું સારું કમાતો હોઉં તો મારી ડ્યૂટી છે કે તે કમાણી પર સરકારને ટેક્સ ચૂકવું. જો આપણે યોગ્ય ટેક્સ નહીં ચૂકવીએ તો દેશનો વિકાસ ત્યાં જ અટકી જશે. હું સેલિબ્રિટી છું તેથી મારી સાથે જોડાયેલી દરેક વાત સમાચાર બની જાય છે. આ ઇન્ડસ્ટ્રીમાં હોવાના નાતે લોકો અમને ફોલો કરે છે. ટાઇમ પર યોગ્ય ટેક્સ ચૂકવનારની યાદીમાં મારું નામ જોઇને હું વિચારું છું કે લોકો પણ સંપૂર્ણ ઇમાનદારીથી ટેક્સ ચૂકવે. હું આ ઇન્ડસ્ટ્રીમાં પણ કંઇક નવું કરવા ઇચ્છુ છું. અહીં રહીને માત્ર પૈસા કમાવવાનો મારો ઇરાદો નથી. કદાચ હું બીજા ફિલ્ડમાં રહીને વધુ કમાણી કરી શકંુ છું, પરંતુ આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનો એ જ ફાયદો છે કે ઘણા બધા લોકો તમને ફોલો કરે છે. હું પણ ઇચ્છું છું કે હું કંઇક એવું કરું કે જેને આવનારી જનરેશન ફોલો કરે.

You might also like