અમદાવાદથી આવેલા પીઆઇને હાજર નહીં થવા દેવાય

વડોદરા : વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં આજે પાટીદાર સમાજના અગ્રણીઓની બેઠક મળી હતી. જેમાં અનામત આંદોલનમાં મૃત્યુ પામેલા યુવકોને શ્રધ્ધાંજલિ આપવાની સાથે સાથે અમદાવાદમાં રેલી દરમિયાન આતંક મચાવનાર વિવાદાસ્પદ પોલીસ અધિકારી પી.આઇ. વસાવાને વડોદરામાં હાજર નહીં થવા દઇએ તેવી માગણી સાથે ચીમકી ઉચ્ચારી હતી.

આજે પાટીદાર અનામત આંદોલનમાં મૃત્યુ પામેલા પાટીદાર યુવકોને શ્રધ્ધાંજલિ  આપવા માટે આજે મહેસાણા ગરબા ગ્રાઉન્ડ ખાતે શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.આ શ્રધ્ધાંજલિ કાર્યક્રમમાં મહેસાણા ગરબા ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં પાટીદાર સમાજના યુવક-યુવતીઓ સાથે એસપીજી ગ્રુપના સભ્યો જોડાયા હતાં અને મૃતકોને બે મિનિટ મૌન પાળી  શ્રધ્ધાંજલિ આપી હતી તેમજ મૃતકોના માનમાં તેઓની શહાદત કાયમ યાદ રહે તે રીતે સ્મારક બનાવવાની માંગ કરી હતી.

આ ઉપરાંત મૃતકોના પરિવારજનોને સરકાર વળતર આપે તેવી માંગ પણ કરી હતી. મુખ્યત્વે અમદાવાદના બાપુનગરથી બદલી કરવામાં આવેલા પી.આઇ. વસાવાને વડોદરામાં હાજર નહીં કરવાની માંગ કરી છે અને જો સરકાર આ બાબતે નહિ વિચારે તો આંદોલન અને રેલી કાઢવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

આજે યોજાયેલી બેઠકમાં પાટીદાર સમાજના અગ્રણીઓએ અનામત આંદોલનની આગામી દિવસમાં ગાંધી ચિંધ્યામાર્ગે આંદોલન આગળ વધારવાની રૃપરેખા ઘડી ખાઢી હતી.

You might also like