નોરા ફતેહીના ‘દિલબર’ ગીતે રેકોર્ડ તોડ્યાઃ ૭.૯૩ કરોડ views

મુંબઇ: જોન અબ્રાહમની ૧૫ ઓગસ્ટે રિલીઝ થઇ રહેલી ફિલ્મ ‘સત્યમેવ જયતે’ ચર્ચામાં છે. તેનું એક કારણ ફિલ્મનું ગીત ‘દિલબર…’ પણ છે, જેને રિક્રિએટ કરવામાં આવ્યું છે. આ ગીત પર કેનેડિયન અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહીએ પર્ફોર્મ કર્યું છે.

આ ગીત યૂટ્યૂબ ચાર્ટમાં ત્રીજા નંબરે આવી ગયું છે. આ ગીતને અત્યાર સુધીમાં ૭.૯૩ કરોડથી પણ વધુ વાર જોવામાં આવ્યું છે.

આ પહેલું ભારતીય ગીત છે, જે આ મુકામ પર પહોંચ્યું છે. આ ગીતે ફિલ્મ ‘નવાબઝાદે’ અને ‘ધડક’ના ગીત હાઇરેટેડ ગભરુ અને ઝિંગાટના રેકોર્ડ તોડી દીધા છે. હાઇરેટેડ ગભરુને ૬.૫ કરોડ અને ઝિંગાટને પાંચ કરોડથી વધુ વ્યૂ મળ્યા હતા.

ફિલ્મ ‘સત્યમેવ જયતે’નું અન્ય ગીત ‘પાનિયો સા…’ પણ પોપ્યુલર રહ્યું છે. તેણે ટી સિરીઝની ઓફિ‌શિયલ યુટ્યૂબ ચેનલ પર અપલોડ કરાયું છે. ત્રણ મિનિટના આ ગીતના વીડિયોમાં જોન અબ્રાહમ અને લીડ અભિનેત્રી આયેશા શર્મા વચ્ચે રોમાન્સ દર્શાવાયો છે.

વીડિયોને અત્યાર સુધીમાં ૧.૪ લાખથી વધુ વાર યુટ્યૂબ પર જોવામાં આવ્યો છે અને ૨.૫૨ લાખ લોકોએ તેને લાઇક કર્યું છે. ઉલ્લેખનીય છે કે અક્ષય કુમારની ‘ગોલ્ડ’ અને જોનની
‘સત્યમેવ જયતે’ એક જ તારીખે રિલીઝ થઇ રહી છે. ૧૫ ઓગસ્ટના રોજ બંને મિત્રો અક્ષયકુમાર અને જોન અબ્રાહમની ફિલ્મો બોક્સ ઓફિસ પર ટકરાશે.

You might also like