મોડલમાંથી નન બનેલી સોફિયાઅે મક્કામાં યૌન શોષણનો અાક્ષેપ કર્યો

નવી દિલ્હી: ચર્ચિત ટીવી શો બિગ બોસની કન્ટેન્સ્ટન્ટ રહી ચૂકેલી સોફિયા હયાતે પોતાના ઇન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરીને દાવો કર્યો છે કે મક્કામાં તેનું યૌન શોષણ થયું છે. મોડલમાંથી નન બની ચૂકેલી સોફિયાના જણાવ્યા મુજબ તે પોતાના ફિયાન્સ સાથે મક્કા ગઈ હતી.

સોફિયાઅે વીડિયોમાં કહ્યું કે મક્કામાં ખૂબ જ ભીડ હોવાના કારણે હું મારા ફિયાન્સથી છૂટી પડી ગઈ. ત્યારે લાઈનમાં ઊભેલી અેક અજાણી વ્યક્તિઅે મારો ખોટી રીતે સ્પર્શ કરવાની કોશિશ કરી. તે મારું શોષણ કરી રહ્યો હતો. સોફિયાઅે અાગળ કહ્યું કે પાછળ ફરીને જોયા બાદ પણ તે તેની અાવી ગંદી હરકતોમાંથી બહાર ન અાવ્યો. તે મને ખોટી રીતે ટચ કરી રહ્યો હતો. મારો હિજાબ મારા ગળામાં ફસાવા લાગ્યો હતો અને હું જોરથી ચીસ પાડી ઊઠી ત્યારે કેટલાક લોકો મને બચાવવા માટે અાગળ અાવ્યા.

વધુમાં સોફિયાઅે કહ્યું કે હું દુઃખી છું કેમ કે ઇસ્લામમાં મહિલાઅોની ઇજ્જત કરવાનું શીખવવામાં અાવે છે. જે વ્યક્તિ ખોટું કામ કરી રહ્યો છે તે સાચો મુસલમાન નથી. અા વીડિયો શેર કરતાં સોફિયાઅે લખ્યું છે કે હું ઇસ્લામ મહિલાઅોનું સન્માન કરું છું. એક પુરુષે અે મહિલાને અડવું પણ ન જોઈઅે જે તેની પત્ની નથી. તેને અાગળ લખ્યું છે કે મક્કા અાવ્યા બાદ પુરુષો ઇસ્લામના તમામ નિયમો ભૂલી જાય છે. તેને અાક્ષેપ લગાવતા કહ્યું છે કે જ્યારે હું કાળા પથ્થરને અડવાનો પ્રયત્ન કરી રહી હતી તો મને એમ લાગ્યું કે પાછળથી કોઈ વ્યક્તિ મારી સાથે અશ્લીલ હરકત કરવાની કોશિશ કરી રહ્યો છે.

સોફિયાઅે કહ્યું કે હું અા ઘટનાથી અંદર સુધી હચમચી ગઈ છું. અલ્લાહના ડર પર પણ લોકો કુરાનમાં લખેલી વાતો યાદ રાખતા નથી. અલ્લાહ મારી અંદર છે અને તે મને કહે છે કે જો લોકોને લાગે છે કે તેઅો અા જ રીતે મહિલાઅોની બેઇજ્જતી કરતા રહેશે અને માત્ર પવિત્ર પથ્થર અડવાથી જ જન્નત ચાલ્યા જશે તો અા તેની ગલતફહેમી છે.
ઉલ્લેખનીય છે કે સોફિયાઅે ગયા મહિને પોતાના બોયફ્રેન્ડ વ્લાડ સ્ટાનેસ્કી સાથે સગાઈ કરી લીધી છે. અા વીડિયોમાં પણ તે સોફિયા સાથે દેખાય છે.

http://sambhaavnews.com/

You might also like