નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીના શેરમાં તેજી

અમદાવાદ: નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીના શેરમાં તેજીની ચાલ નોંધાતી જોવા મળી છે. કેટલીક ફાઇનાન્સ કંપનીએ સારાં પરિણામો જાહેર કર્યાંના પગલે એનબીએફસી કંપનીના શેરમાં ઉછાળો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે નોટબંધી બાદ એનબીએફસી કંપનીઓના કારોબાર ઉપર નકારાત્મક અસર નોંધાશે તેવા સેન્ટિમેન્ટના પગલે નોટબંધી બાદનાં કેટલાંક સેશનમાં શેર પ્રેશરમાં જોવાયા હતા.

શેરબજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે નોટબંધીની અસર કંપનીઓનાં પરિણામ ઉપર ઓછી જોવાઇ છે, જેના પગલે પાછલાં કેટલાંક સેશનમાં નીચા મથાળે આ શેરમાં જોરદાર લેવાલી નોંધાઇ છે. પાછલા એક મહિનામાં નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીના શેરમાં ૪૨ ટકા જેટલો સુધારો નોંધાયો છે. ભારત ફાઇનાન્સ કંપનીના શેરમાં પાછલા એક મહિનામાં ૪૨ ટકાનો ઉછાળો નોંધાયો છે. એ જ પ્રમાણે બજાજ ફાઇનાન્સ કંપનીના શેરમાં ૨૫ ટકાનો સુધારો નોંધાયો છે.

એક માહિનામાં નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીના શેર ઊછળ્યા
ભારત ફાઈ. ૪૨.૩૧ ટકા
બજાજ ફાઈ. ૨૫.૬૧ ટકા
શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈ. ૧૪.૪૨ ટકા
પાવર ફાઈ. કોર્પો. ૧૦.૫૯ ટકા
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઈ.
૨.૯૬ ટકા
એચડીએફસી ૮.૦૯ ટકા
પાવર ફાઈનાન્સ ૮.૮૭ ટકા
http://sambhaavnews.com/

You might also like