માલ્યા વિરુદ્ધ બિનજામીન વોરન્ટ, ભારત પરત લાવવા સરકાર પર દબાણ

નવી દિલ્હી: દિલ્હીની એક કોર્ટે ચેક બાઉન્સની બાબતે કિંગ ફીશર કંપનીના માલિક વિજય માલ્યા વિરુદ્ધ બિનજામીન વોરન્ટ રજૂ કર્યું છે. કોર્ટે સરકારને કહ્યું કે તે માલ્યાને ભારત પરત ફરવા દબાણ કરે.

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે માલ્યાને 4 નવેમ્બરે કોર્ટમાં હાજર રહેવાનો આદેશ પણ આપ્યો છે. કોર્ટે વિદેશ મંત્રાલયને કહ્યું કે તે લંડનમાં રહી રહેલા વિજય માલ્યાને વોરન્ટ મોકલે. કોર્ટે કહ્યું વારંવાર આદેશ આપવા છતાં માલ્યા કોર્ટમાં હાજર રહેતા નથી. તેમની હાજરી માટે કડક પગલા ભરવાની જરૂર છે.

તો બીજી બાજુ માલ્યાના વકીલે કોર્ટને જણાવ્યું કે માલ્યા દેશમાં પરત ફરવાની સ્થતિમાં નથી. તેમનો પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટએ 7.5 કરોડ રૂપિયાના ચેક બાઉન્સની બાબતે માલ્યા વિરુદ્ધ 4 કેસ દાખલ કરી ચૂકી છે. તો બીજી બાજુ બોમ્બે હાઇકોર્ટે માલ્યાને પહેલાથી ભાગેડુમ જાહેર કરી દીધો છે.

You might also like