લાલ મસ્જિદ કેસમાં મુશર્રફ સામે બિન જામીનપાત્ર વોરંટ

ઈસ્લામાબાદ : પાકિસ્તાનની એક કોર્ટે આજે પૂર્વ પ્રમુખ પરવેઝ મુશર્રફ સામે હત્યાના એક કેસમાં બિન જામીનપાત્ર વોરંટ કાઢ્યું હતું. મીડિયા અહેવાલ મુજબ સેશન્સ કોર્ટના ન્યાયમૂર્તિએ વહીવટીતંત્રને વર્ષ ૨૦૦૭માં લાલ મસ્જિદ પર થયેલી લશ્કરી કાર્યવાહી દરમ્યાન ગાજી અબ્દુલ રશીદની હત્યાના કેસમાં પરવેઝ મુશર્રફને આગામી ૧૬મી માર્ચે કોર્ટ સમક્ષ હાજર રાખવાનો આદેશ કર્યો હતો.

કોર્ટે આ કેસમાં અદાલત સમક્ષ હાજર રહેવામાંથી કાયમી મુક્તિ માટેની મુશર્રફની અરજીને ફગાવી દીધી હતી. પાકિસ્તાનના પૂર્વ પ્રમુખ આ કેસની ૫૫ સુનાવણીમાં ક્યારેય અદાલત સમક્ષ હાજર થયા નથી. ઉલ્લેખનીય છે કે ૨૦૦૭માં લાલ મસ્જિદ પર  થયેલી લશ્કરી કાર્યવાહીમાં વિદ્યાર્થીઓ અને સૈનિકો સહિત ઘણાં લોકો માર્યા ગયા હતા. આ કેસમાં મુશર્રફ મુખ્ય આરોપી છે.

You might also like