વિજય માલ્યા વિરુદ્ધ બિનજામીન પાત્ર વોરન્ટ, માલ્યા ભારત આવવા નથી માંગતા

નવી દિલ્હી: શરાબનો વેપાર વિજય માલ્યા વિરુદ્ધ પટિયાલા હાઉસ કોર્ટે બિનજામીન પત્ર રજૂ કર્યું છે. કર્ટે કહ્યું કે માલ્યા કોર્ટના આદેશોનું સમ્માન કરી રહ્યા નથી. તેમને ગત સુનાવણી દરમિયાન કહ્યું હતું કે તે ભારત આવવા ઇચ્છે છે, પરંતુ તેમનો પાસપોર્ટ જપ્ત છે.

કોર્ટે ભારતીય વિદેશ મંત્રાલયને કહ્યું હતું કે તેઓ લંડનમાં રહી રહેલા વિજય માલ્યાને વોરન્ટ મોકલે. કોર્ટમાંથી વારંવાર આદેશ આવવા છતાં પણ માલ્યા કોર્ટમાં હાજરી આપતા નથી, વિજય માલ્યાના વકીલે કોર્ટને જણાવ્યું કે તેમનો મુવક્કિલ દેશ આવવાની સ્થિતિમાં નથી. તેમનો પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવ્યો છે. જણાવી દઇએ કે દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 7.5 કરોડ રૂપિયાનો ચેક બાઉન્સના મુદ્દે માલ્યા વિરુદ્ધ ચાર કેસ દાખલ કરવામાં આવ્યા હતા.

કોર્ટે આ પહેલા માલ્યાને ભાગેડું જાહેર કર્યા છે, તો સુપ્રીમ કોર્ટે તેમને સોગંદનામું દાખલ કરીને દેશ વિદેશમાં ઊભી કરેલી પ્રોપર્ટીની જાણકારી આપવા કહ્યું છે.

You might also like