સેમેસ્ટર સિસ્ટમના નાપાસ વિદ્યાર્થીએ પરીક્ષા આપવા જવું પડશે ગાંધીનગર

અમદાવાદ: ધો.૧૨ સાયન્સમાં સેમેસ્ટર સિસ્ટમ રદ કરી દેવાઈ છે, પરંતુ ગત વર્ષે સેમેસ્ટર સિસ્ટમમાં જુલાઈ ૨૦૧૭ની પૂરક પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને અંતિમ તક આપતાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા અંતિમ પૂરક પરીક્ષા એપ્રિલ ૨૦૧૮માં લેવાઈ હતી, જેમાં ૨૪ હજારથી વધુ વિદ્યાર્થીઓએ જુદા જુદા વિષયની પરીક્ષા આપી હતી તેમાં પણ જે વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓની પરીક્ષા ગાંધીનગર ખાતે લેવામાં આવશે.

સેમેસ્ટર પ્રથાને રાજ્યમાં સારો પ્રતિસાદ ન મળતાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ર૦૧૧થી ર૦૧૭ દરમ્યાન ધોરણ ૧ર સાયન્સની પરીક્ષામાં નાપાસ થનાર તમામ વિદ્યાર્થીઓ માટે ગાંધીનગર ખાતે પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેના માટે દરેક શાળાને આવા વિદ્યાર્થીઓની યાદી ગાંધીનગર મોકલવાની તાકીદ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ધો.૧૧-૧૨ સાયન્સમાં સેમેસ્ટર સિસ્ટમ ૨૦૧૮થી રદ કરી દેવાઈ છે અને ગત માર્ચ ૨૦૧૭માં અંતિમવારની રેગ્યુલર સેમેસ્ટર-૪ પરીક્ષા લેવાઈ હતી, જેમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ગત જુલાઈમાં પૂરક પરીક્ષા લેવાઈ હતી, પરંતુ જુલાઈની પરીક્ષામાં પણ અનેક વિદ્યાર્થીઓ નાપાસ થયા છે અને જૂન ૨૦૧૮થી એન્યુઅલ પેટર્ન પ્રમાણે વાર્ષિક પરીક્ષા પદ્ધતિ લાગુ કરી દેવાઈ છે.

જેની પ્રથમવારની ધો.૧૨ સાયન્સની વાર્ષિક બોર્ડ પરીક્ષા માર્ચ ૨૦૧૮માં લેવાઈ ગઈ છે, પરંતુ જુલાઈમાં સેમેસ્ટર સિસ્ટમમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને અંતિમવાર તક આપવા માટે ૧૯ એપ્રિલે પૂરક પરીક્ષા લેવામાં આવી હતી.

પરંતુ પૂરક પરીક્ષા તેમજ અગાઉ જે વિદ્યાર્થીઓ નાપાસ થાય છે ફરી એક વાર તક આપવામાં આવી છે, સાથે જે વિદ્યાર્થી નાપાસ થયા હશે તેમણે ગાંધીનગર સેન્ટર ખાતે પરીક્ષા આપવી પડશે.

You might also like