પાછો આવી રહ્યો છે Nokia 3310 નવા અવતાર સાથે, Nokia 3 અને 5 પણ થશે લોન્ચ

નવી દિલ્લી: મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ 2017માં એચએમડી ગ્લોબલ એક ઇવેન્ટ આયોજિત કરવાની તૈયારી કરી રહ્યું છે, જેમાં નોકિયાએ ઘણા એન્ડ્રોઈડ સ્માર્ટફોન લોન્ચ કરવાની સંભાવના છે. જોકે, આ ઇવેન્ટમાં કયા કયા ફોન લોન્ચ થશે એના વિશે કોઈ માહિતી નથી. આ વચ્ચે ટિપ્સટર ઇવાન બ્લાસે દાવો કર્યો છે કે કંપની બે નવા સ્માર્ટફોન નોકિયા 3 અને નોકિયા 5 લોન્ચ કરશે. તેના સિવાય નોકિયાનો જૂનો અને સૌથી લોકપ્રિય ફોન નોકિયા 3310ની નવા અવતારમાં પુનરાગમન થવાની તૈયારી દેખાઈ રહી છે. ઇવાન બ્લાસે જણાવ્યું કે આ કિંમત 59 યૂરો એટલે કે આશરે 4000 રૂપિયા હોઈ શકે છે.

ઇવાન બ્લાસના જણાવ્યા પ્રમાણે કંપની ચાર ફોન લોન્ચ કરશે. જેમાં નોકિયા 3 અને નોકિયા 5 સ્માર્ટફોન શામેલ હશે. આ બંને જ ફોન એન્ડ્રોઇડ 7.0 નૂગા પર કામ કરશે. જણાવી દઈએ કે નોકિયા 5 અને 5.2 ઇંચની એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે.

You might also like