1.13 લાખ રૂપિયામાં લોન્ચ થયો Nokia 3310

Nokia 3310 નું નામ સાંભળતા જ તમારા મગજમાં એક એવા ફોનની ઇમેજ સામે આવી જાય છે, જેની કિંમત ૨ અથવા ૩ હજાર રૂપિયા હશે. હાલમાં નોકિયાએ Nokia 3310 નું નવું વર્ઝન પણ લોન્ચ કર્યું છે, જેની કિંમત લગભગ ૩,૫૦૦ રૂપિયા સુધી હશે. પરંતુ આ હેન્ડસેટનો એક એવો વેરીયેન્ટ પણ છે, જેની કિંમત ૧ લાખ રૂપિયા છે.

રશિયાની એક કંપની Caviar એ નોકિયા ૩૩૧૦ નું એક પ્રિમીયમ વેરીયેન્ટ ડીઝાઈન કર્યું છે, જેમાં ગોલ્ડ અને ટાઈટેનીયમનું મટીરીયલ લાગેલું છે. ખાસ વાત એ છે કે, તેની પાછળ રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદમીર પુનિતનો ચહેરો બનાવવામાં આવ્યો છે.તેની સાથે જ રશિયાનાં નેશનલ એન્થેમની એક લાઈન લખેલી છે.

આ ખાસ મોંઘા અને પ્રીમીયમ વેરીયેન્ટને Nokia 3310 Supremo Putin વેરીયેન્ટ નામ આપ્યું છે. રશિયાની કંપની Caviar થોડા-થોડા સમય પર પ્રિમીયમ સ્માર્ટફોન લોન્ચ કરતી રહે છે. અ ફર્મમાં નોકિયા ૩૩૧૦ નાં આ પુનિત વેરીયેન્ટનાં કેટલાક મોડલ લોન્ચ કરવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, આ નોકિયાનો હેન્ડસેટ છે, તેથી જ વેરીયેન્ટના ફીચર્સ અને સ્પેસિફિકેશનમાં કોઈ ફેરફાર નહી કરવામાં આવે. Caviar એ આ 3310 ની કિંમત લગભગ ૧,૭૦૦ ડોલર (૧,૧૩,૨૦૦ રૂપિયા) રાખી છે.

આ હેન્ડસેટનાં હોમ બટનમાં રશિયાના ફેડરેશનનો Coat of arms બનેલો છે. નોંધનીય છે કે, મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ દરમિયાન Nokia ની ઓનરશિપવાળી કંપની HMD Globle એ નોકિયા ૩૩૧૦ લોન્ચ કર્યો છે અને રિપોર્ટ્સ મુજબ ભારતમાં જૂન પહેલા લોન્ચ થઇ જશે.

http://sambhaavnews.com/

You might also like