નોઇડામાંથી 9 નક્સલીઓની ધરપકડ, દિલ્હી-એનસીઆરમાં એલર્ટ

ઉત્તર પ્રદેશના નોઇડામાંથી વધુ ત્રણ નક્સલીઓની ધરપકડ કરવામાં આવી છે. આ નક્સલીઓ પાસેથી વધારે પ્રમાણમાં વિસ્ફોટક અને ડેટોનેટર મળી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે શનિવારે યુપી એટીએસે 6 નક્સલીઓની ધરપકડ કરી હતી. નક્સલીઓની ધરપકડ બાદ તુરંત દિલ્હી-એનસીઆરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. યુપીના આઇજીએ જણાવ્યું હતું કે નોઇડામાંથી વધુ ત્રણ નક્સલીઓની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલ નકસલીઓ પાસેથી ભારે માત્રામાં હથિયાર, વિસ્ફોટક સામગ્રી મળી આવી છે. નક્સલીઓ પાસેથી 6 પિસ્ટલ, 50 કારતૂસ, 3 કાર, 13 મોબાઇલ, 45 જિલેટિન છરે, 125 ડેટોનેટર અને 2 લેપટોપ મળી આવ્યા છે.

યુપી એટીએસએ નોઇડા સેકટર 49માંથી 6 નક્સલીઓની શનિવારે ધરપકડ કરી હતી. તેમની પાસેથી પણ ભારે પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી. નક્સલીઓ રાષ્ટ્રીય રાજધાની વિસ્તાર (એનસીઆર)માં મોટા હુમલાનું કાવતરું ઘડી રહ્યાં હતા. તેઓ પાસેથી બોંબ બનાવવાની સામગ્રી મળી આવી હતી. સૂત્રોને મળતી માહિતી મુજબ પકડાયેલા બધા નકસલીઓ યુપી-બિહારના છે. નકસલીઓ સાથે બોંબ બનાવનાર એક્સપર્ટની પણ ધરપકડ કરવામાં આવી છે.

ધરપકડ કરાયેલ નક્સલીઓમાં એક નકસલી 2012થી નોયડામાં હતો. જેની પોલીસ શોધી રહી હતી. પ્રદીપ કુમાર સિંહ નામનો આ નકસલી લાતેહારમાં નક્સલ કમાન્ડર હતો. નકસલીઓ કરેલા કાવતરા મુજબ એક અઠવાડિયા અંદર એનસીઆરમાં મોટો હુમલો કરવાની હતી. ધરપકડ કરાયેલ નક્સલીઓની નોઇડામાં સ્થાનિક અપરાધીઓ સાથે મળી એટીએમ લૂંટ, અપહરણ, હત્યા કરવાની તૈયારી હતી.

You might also like