નોઈડામાં પોલીસ-ગેંગસ્ટરો વચ્ચે ફાયરિંગ, ગેંગસ્ટરો ફરાર થવામાં સફળ

ઉત્તરપ્રદેશમાં માફીયાઓને કાયદાનો કડક પાઠ ભણાવવા સતત એન્કાઉન્ટર થઈ રહ્યા છે. આ એન્કાઉન્ટરના પગલે માફિયાઓમાં અને ગુંડાઓમાં ભયના માહોલ ફેલાઈ ગયો છે.

સોમવારે પણ એન્કાઉન્ટરના ભાગરૂપે મધરાત્રીએ ગ્રેટેડ નોઈડામાં સ્થાનિક પોલીસ અને માફિયાઓ વચ્ચે સામસામે ફરી એક વખત ફાયરિંગ શરૂ થયું હતું. જો કે ફાયરિંગમાં ગેંગસ્ટરો ફરાર થવામાં સફળ રહ્યા હતા.

આ ફાયરિંગના હુમલામાં એક પોલીસ કર્મીની બાઈકને ટક્કર મારી બેખૌફ ગેંગસ્ટરો રફૂચક્કર થઈ ગયા હતા. આ હુમલામાં પોલીસકર્મીને ગોળી વાગતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

ઉલ્લેખનીય છે કે યુપી સરકારે રાજ્યમાં ગુનાખોરીને નાબુદ કરવા પોલીસ વિભાગ પર દબાણ વધાર્યું છે. જેના ભાગ સ્વરૂપે છેલ્લા 2 મહિનામાં 1 હજારથી વધુ એન્કાઉન્ટરો થતા માફિયાઓ અને ગેંગસ્ટરોમાં ખૌફનો માહોલ ઉભો થયો છે. થોડા સમય પહેલા જ બે ગેંગસ્ટરો રોડ પર માફી માગતા પોસ્ટરો લઈને ફરતા પણ જોવા મળ્યા હતા.

You might also like