ગ્રેટર નોએડામાં 2 બિલ્ડીંગ ધરાશયી, ત્રણનાં મોત, NDRF દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઇ

ગ્રેનો વેસ્ટ સ્થિત શાહબેરી ગામમાં ખેતીની જમીન પરની કોલોનીમાં મંગળવાર રાત્રે દૂર્ઘટના ઘટી. અહીં 6 અને 7 માળની બે બિલ્ડીંગ ધરાશયી થઇ હતી. બિલ્ડીંગના કાટમાળમાં ઘણા લોકો દબાયા હોવાની આશંકા છે. એનડીઆરએફની ટીમ, પોલીસ અને ફાયર બિગ્રડેની ટીમે બચાવ રાહત કામગીરી હાથ ધરી છે.

આ વચ્ચે એનડીઆરએફની ટીમે બે મૃતદેહ બહાર કાઢયા છે. કેન્દ્રીય પ્રધાન દૂર્ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે. કેન્દ્રીય પ્રધાને કહ્યું લોકોની જીંદગી બચાવવી તે અમારી પ્રાથમિકતા છે. એનડીઆરએફની ટીમ સાથે ડોગ સ્ક્વોડની ટીમ પર ઘટનાસ્થળે બચાવકામગીરીમાં જોડાય છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. યુપીના સીએમ યોગી આદીત્યનાથે જિલ્લાના અધિકારી સાથે વાત કરી એનડીઆરએફ અને પોલીસને મદદથી તરત રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા જણાવ્યું છે.

એક મળતા અહેવાલ મુજબ એક બિલ્ડીંગમાં કેટલાક પરિવાર રહેતા હતા અને બીજી બિલ્ડીંગમાં 30-40 લોકો હાજર હતા. દિલ્હી નજીકના ગ્રેટર નોએડાના શાહબેરી ગામમાં મંગળવારે રાત્રે બે બિલ્ડીંગ ધરાશયી થઇ છે.

You might also like