હું મોટો કલાકાર છું, પણ મને ઘરમાં કોઈ પૂછતું નથીઃ અનિલ કપૂર

બોલિવૂડમાં લગભગ ૪૦ વર્ષ કામ કરી ચૂકેલો અનિલ કપૂર એક્ટિંગને લઇ આજે પણ ઓછો પેશનેટ નથી. પોતાની અલગ પ્રકારની એક્ટિંગ અને લુકથી તે પાત્રોને નવો અંજામ આપતો રહે છે. થોડા સમય પહેલાં તેણે પોતાના ભત્રીજા અર્જુન કપૂર સાથે ‘મુબારકાં’ ફિલ્મમાં કામ કર્યું. અર્જુન વિશે વાત કરતાં તે કહે છે કે અર્જુનમાં ઘણું પરિવર્તન આવ્યું છે, તેનામાં ગજબનું ટ્રાન્સફોર્મેશન આવ્યું છે. તે એક જમાનામાં ખૂબ જ સુસ્ત અને જાડો છોકરો હતો. આજે અચાનક તે એનર્જેટિક, જવાબદાર, સમજદાર, પેશનેટ અને હેન્ડસમ
છોકરામાં બદલાઇ ગયો છે, તેનું આ પરિવર્તન આશ્ચર્યચકિત કરે છે. ‘નો એન્ટ્રી’માં મેં તેને આસિસ્ટન્ટના રૂપમાં જોયો હતો, પરંતુ ‘મુબારકાં’ના સેટ પર એક સાથી કલાકારના રૂપમાં તેને અલગ અંદાજમાં જોવાનું અત્યંત સુખદ લાગ્યું. કામ પ્રત્યે તેનું સમર્પણ જોઇને મને સારું લાગ્યું.

અનિલના ઘરમાં સોનમ, રિયા, હર્ષ અને અર્જુન જેવા કલાકારો છે. પરિવારમાં સિનિયર હોવાના કારણે અનિલ લોકોને કેટલી સલાહ આપે છે તે અંગે વાત કરતાં તે કહે છે કે ઘરમાં મને કોઇ પૂછતું નથી. હું એ લોકોની સલાહ લઉં છું. એ વાત સાચી છે કે આજનાં બાળકો ખૂબ જ સમજદાર અને ફોકસ્ડ બની ગયાં છે. હા, તેઓ ક્યારેક અટકે ત્યારે મારી પાસે જરૂર આવે છે. આ બાળકોની સૌથી સારી વાત એ છે કે તેઓ ઉલઝેલાં નથી. તેમને ખ્યાલ છે કે તેમને શું જોઇએ છે અને એ માટે તેમને કઇ મુશ્કેલીઓમાંથી પસાર થવું પડશે. પોતાના
પુત્ર હર્ષવર્ધન અંગે વાત કરતાં તે કહે છે કે ‘મિર્જિયા’ ફિલ્મમાં તેના કામનાં વખાણ થયાં, પરંતુ ફિલ્મ ન ચાલી. કંઇક મેળવવા માટે કંઇક ગુમાવવું પડે છે અને જ્યારે તમારે કોઇ મોટી વસ્તુ જોઇએ તે સરળતાથી મળતી નથી. ભગવાન તમને એટલું જ આપે છે જેટલું તમે સહન કરી શકો. હર્ષના કામ અને તેની સ્ક્રીન પ્રેઝન્ટ્સને પ્રશંસા મળી, પરંતુ ફિલ્મ ન ચાલી. ભગવાન કદાચ તેને ભવિષ્યમાં મોટી સફળતા આપવાના હોય. મેં પણ તેને એ જ વાત સમજાવી.

You might also like