નોબલ વિજેતા રિચર્ડ મોદીની નોટબંધીના સમર્થક છે

અર્થશાસ્ત્રમાં આ વખતે નોબલ પુરસ્કાર વિજેતા અમેરિકાના પ્રોફેસર રિચર્ડ થેલરને આપવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે નોટબંધીની જાહેરાત કરી હતી, ત્યારે તેમણે આ નિર્ણયનું સમર્થન કર્યું હતું. થેલરે આ નિર્ણયને ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈનું પહેલું પગલું કહ્યું હતું.

જો કે આ વખતે નોબલ પુરસ્કારની રેસમાં પૂર્વ આરબીઆઈ ગર્વનર રઘુરામ રાજન પણ સામેલ હતા. જ્યારે નોટબંધીની જાહેરાત થઈ ત્યારે રઘુરામ રાજન RBIના ગવર્નર હતા અને તેમણે નોટબંધીનો વિરોધ કર્યો હતો. રિચર્ડ થેલરે નોટબંધીના ટ્વિટ કરીને વખાણ કર્યા હતા, પરંતુ તેમણે 2000ની ચલણી નોટ બહાર પાડવાના નિર્ણયની ટીકા કરી હતી.

You might also like