પાકિસ્તાનમાં નોબેલ વિજેતાના સંબંધીની ગોળી મારી હત્યા

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના નનકા સાહિબ શહેરમાં ગુરુવારે સવારે અહમદિયા સમુદાયના એક પ્રમુખ નેતા અને નોબેલ પુરુસ્કાર વિજેતા અબ્દુલ સલામના સબંધીની ગોળી મારી હત્યા કરી દેમાવામાં આવી છે. પાકિસ્તાનના સૂત્રોએ જણાવ્યા અનુસાર જમાત-એ-અહમદિયાનાં નેતા અને વકીલ મલિક સલીમ લતીફ પોતાના વકીલ પુત્ર ફરહાન સાથે બાઈક પર અદાલત જઈ રહ્યાં હતાં ત્યારે અજાણ્યા હુમલાવરોએ તેના પર ગોળીઓ ચલાવી.

જેમાં લતીફ મૃત્યુ પામ્યો હતો આ ઘટનાથી અહમદિયા કોમ્યુનીટીમાં આક્રોશ જોવા મળી રહ્યો છે કોમ્યુનીટીના પ્રવક્તા સલીમુદીએ જણાવ્યું કે અહમદીયા કોમ્યુનીટીમાં હોવાના કારણે લતીફની હત્યા કરી દેવામાં આવી હતી. તેઓએ જણાવ્યું કે આ ઘટના પરથી લાગે છે કે આતંક વિરુધ્ધ ચાલી રહેલા સૈન્ય અભિયાન જર્બ-એ-અજબ અને ‘રદફ ફસાદ’ જે રીતે અમલમાં લાવવામાં આવે તે રીતે કરવામાં આવી રહ્યુ છે.

સલીમુદ્દીન એ જણાવ્યું કે નફરત ફેલાવનાર લોકો પર સંયમ રાખી શકાતો નથી. જો આવી રીતે જ ચાલતું રહ્યું તો અહમદિયોની હત્યા પણ ચાલુજ રહેશે. તેઓએ જણાવ્યું કે તેઓનો સમુદાય પાકિસ્તાનમાં ભેદભાવપુર્ણ કાયદાઓ સામે સંધર્ષ કરી રહી છે તેઓએ આરોપ લગાવ્યો કે નફરતનો ફેલાવો કરનાર લોકોને સરકારે સમર્થન કર્યુ છે. આવી રીતે આ લોકો જાહેરમાં આવા કૃત્યો કરી રહ્યા છે.

You might also like