ઇન્દ્રાણીએ છાતી પર ચડીને શીનાનું ગળુ દબાવી દીધું હતું : ડ્રાઇવર

મુંબઇ : શીના વોરા મર્ડર કેસમાં સરકારી સાક્ષી બની ચુકેલા ડ્રાઇવર શ્યામ રાયે પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. પોતાનાં નિવેદનમાં તેણે જણાવ્યું કે ઇન્દ્રાણી મુખર્જી અને તેનાં પૂર્વ પતિ સંજીવ ખન્નાએ કારની અંદર શીનાનું ગળુ દબાવીને હત્યા કરી હતી. ઇન્દ્રાણી શીના પર ચડી ગઇ હતી અને પુરી તાકાત લગાવીને તેનું ગળુ દબાવી દીધું હતું. આ સમગ્ર પ્રક્રિયામાં રાય અને સંજીવે તેની મદદ કરી હતી. રાયે શીનાનું મોઢુ ઢાકેલું રાખ્યું અને ખન્નાએ તેને દબાણ પુર્વક પકડી રાખી હતી. જો કે આ સમગ્ર નિવેદનમાં પિટર મુખર્જીનું ક્યાંય નામ નહોતું આવ્યું.

હિંદીમાં નોંધાવાયેલા નિવેદનમાં રાયે જણાવ્યું કે ગત્ત વર્ષ ઓગષ્ટમાં ધરપકડ સમયે તેની પાસે રહેલુ કટ્ટુ ઇન્દ્રાણીનાં નિર્દેશ બાદ તેની પાસે પાર્સલ દ્વારા મોકલવામાં આવ્યું હતું. રાયનાં અનુસાર ઇન્દ્રાણીની સહયોગી કાજલ શર્માએ તેને તે સમયે પહેલા કોન્ટ્રાક્ટ પુરો થવાની અવેજમાં મળનારૂ ત્રણ મહિનાનો પગાર લેવા માટે પણ કહ્યું હતું. ડ્રાઇવરનાં નિવેદનની કોપી કેસનાં ત્રણેય આરોપી ઇન્દ્રાણી મુખર્જી, પીટર મુખર્જી અને ઇદ્રાણીનાં પુર્વ પતિ સંજીવ ખન્નાને સોંપી દેવામાં આવી છે.

રાયે જણાવ્યું કે ઇન્દ્રાણી મેડમ શીનાની છાતી પર બેસીને તેનું ગળુ દબાવી રહી હતી. શીનાએ જોરથી મારી આંગળી પર બચકુ ભર્યું અને મારી આંગળી માંથી લોહી વહેવા લાગ્યું હતું. જો કે હત્યા દાબ ઇન્દ્રાણી અને સંજીવ અંગ્રેજીમાં વાત કરી રહ્યા હતા જેનાં કારણે તેની વાત તે સમજી શક્યો નહોતો. રાયે તે પણ દાવો કર્યો કે તેઓ વાતચીતમાં મિખાઇલ, વર્લી અને રાહુલ (રાહુલ મુખર્જીનો પુત્ર)નો ઉલ્લેખ પણ હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ઇન્દ્રાણીનાં ડ્રાઇવરે થોડા સમય પહેલા સરકારી સાક્ષી બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ત્યાર બાદ કોર્ટે તેની વાતને ગ્રાહ્ય રાખી હતી અને સીબીઆઇએ પણ તે સરકારી સાક્ષી બને તો કોઇ વાંધો નહી હોવાનું નિવેદન આપ્યું હતું.

You might also like