ડેબિટ ક્રેડિટ કાર્ડથી રેલવે ટિકિટ બુક કરાવશો તો ટ્રાંજેક્શન ચાર્જ લાગશે નહી

નવી દિલ્હી: રેલવે તરફથી દરરોજ નવા નવા સમાચારો સામે આવી રહ્યાં છે અને તેમાંથી વધુ રેલવે મુસાફરોની સુવિધાઓ વધારવા અને રેલવેની મુસાફરી સરળ બનાવવા માટે છે. ગત કેટલાક દિવસોમાં અમે રેલવેના ઘણા નવા નિયમો વિશે તમને જણાવ્યું જેનાથી રેલવે યાત્રા સુખદ થઇ શકે છે. આજેપણ એક એવા જ સમાચાર વિશે તમને જણાવવા જઇ રહ્યાં છીએ જેનાથી ટ્રેન ટિકિટ બુક કરાવતાં પૈસાની બચત થશે.

જૂનથી રેલવે ટિકિટ કાઉન્ટર પરથી ડેબિટ કે ક્રેડિટ કાર્ડના માધ્યમથી ડિકિટ બુક કરાવતાં મુસાફરોને 30 રૂપિયાનો ટ્રાંજેક્શન ચાર્જ આપવો પડશે નહી. તાજેતરમાં ટિકિટ કાઉન્ટર પરથી ડેબિટ ક્રેડિટ કાર્ડના માધ્યમથી ટિકિટ બુક કરવતાં 30 રૂપિયાનો ચાર્જ ચુકવવો પડશે નહી. રેલવેની યોજના છે કે તેનાથી કેશલેશ ટ્રાંજેક્શનને પ્રોત્સાહન મળે કારણ કે રેલવે ટિકિટ કાઉન્ટ પર વધુ લોકો કેશ આપીને ટિકિટ બુક કરાવે છે.

રેલવેના અધિકારીઓનું માનવું છે કે શરૂઆતમાં આ યોજનાથી રેલવેની કમાણી પર થોડી અસર આવશે પરંતુ આ સુવિધાથી રેલવે અને મુસાફરો બંનેને ફાયદો મળશે જે લાંબા સમયે સામે આવશે. પહેલાં તો તેનાથી રેલવે ટિકિટ બુક કરવાની સ્પીડ વધશે કારણ કે કેશ ગણવી, નોટોને તપાસ કરવી, વધુ કેશ હોવાના કેસમાં ટિકિટ બુક કરવામાં વધુ સમય લાગે છે. જેવી બાબતોમાં છુટકારો મળશે. તેનાથી નક્કી સમયમાં વધુ ટિકિટ બુક થઇ શકશે. જો કે રેલવેને તેના માટે બધા કાઉન્ટર્સ પર કાર્ડ પેમેન્ટ લેનાર સ્વાઇપ મશીનો લગાવવાની વ્યવસ્થા કરવી પડશે.

જોકે સુવિધા ફક્ત રેલવે ટિકિટ કાઉન્ટરથી ટિકિટ બુક કરતાં જ મળી જશે કે એટલે કે તમે વિચારી રહ્યાં છો કે ઓનલાઇન ટિકિટ બુક કરાવતાં તમને ટ્રાંજેક્શન ચાર્જમાંથી છુટકારો મળી જશે તો એવું નથી. ઓનલાઇન ટિકિટ બુકિંગ પર ટ્રાંજેક્શન ચાર્જ પહેલાંની માફક જ લાગતા રહેશે.

You might also like