સરકારનો નવો નિર્ણય, રૂ.2000 સુધીનું ડિઝીટલ ટ્રાન્ઝેકશન 2 વર્ષ માટે Free

ન્યૂ દિલ્હીઃ હવે જ્યારે પણ તમે ડેબિટ કાર્ડથી કોઇ પણ દુકાન પર 2000 રૂપિયા સુધીની જો ખરીદી કરશો તો આપને મર્ચેન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર)નાં આધાર પર કોઇ એક્સ્ટ્રા ચાર્જ નહીં ચુકવવો નહીં પડે. કેન્દ્ર સરકારે 2 વર્ષનાં માટે એમડીઆર ચાર્જ ખુદ જાતે જ વહન કરવાની વાત કરી છે.

ડિઝીટલ ટ્રાન્ઝેક્શનને વધારો આપવા માટે સરકાર તરફથી ઊઠાવવામાં આવી રહેલો આ નિર્ણય આવતા વર્ષનાં જાન્યુઆરી મહિનાથી લાગુ થશે. શુક્રવારે કેન્દ્રીય કેબિનેટ મીટિંગમાં આ નિર્ણય પર મોહર લગાવવામાં આવી.

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે આ વ્યવસ્થા બરાબર રીતે લાગુ થાય અને આનાં માટે એક કમિટી બનાવવામાં પણ આવી છે. એમણે વધુમાં કહ્યું કે દેશમાં ડિઝીટલ ટ્રાન્ઝેક્શનમાં સતત વધારો થતો ગયો છે. એપ્રિલથી સપ્ટેમ્બર 2017માં માત્ર ડેબિટ કાર્ડથી 2 લાખ 18 હજાર 700 કરોડનાં કેશલેસનું ટ્રાન્ઝેક્શન કેશલેસ થયું છે.

તમને વધુમાં જણાવી દઇએ કે આ પહેલા આરબીઆઇએ એમડીઆરનાં ચાર્જીસમાં ઘટાડો કર્યો હતો. જો કે આને લઇ કારોબારીનાં લોકોએ વાંધો ઊઠાવ્યો હતો. એમનું એમ કહેવું હતું કે આ વેપારીઓનો ખર્ચ વધશે. આને જોતા જ સરકારે એવો નિર્ણય લીધો છે.

સરકારે આ નિર્ણય એટલાં માટે લીધો કેમ કે 1લી જાન્યુઆરીથી એમડીઆરને લઇ નવા નિયમો લાગુ થવાના છે. નવા નિયમોનાં અનુસાર હવે એમડીઆર ચૂકવણીની રકમ સિવાય દુકાનદારનાં ટર્ન ઓવર પર નિર્ભર કરશે.

20 લાખથી વધારે ટર્નઓવરવાળા વેપારીઓ પર 0.9 ટકા એમડીઆર લાગશે. જો કે 20 લાખથી ઓછું ટર્નઓવરવાળા વેપારીઓને પોઇન્ટ 0.4% એમડીઆર આપવો પડશે. ક્યૂઆર કોડનાં આધારે પેમેન્ટ પર એમડીઆર 0.1 ટકા ઓછો થશે.

You might also like