મહેનત વગર સફળતા નહીં: જેકલીન ફર્નાન્ડીઝ

નવ વર્ષથી બોલિવૂડમાં પોતાનાં અભિનય અને ગ્લેમરનો જલવો બતાવી રહેલી જેકલીનની એક્ટિંગ જ નહીં, પરંતુ તેનાં ડાન્સ મૂવ્સની પણ દુનિયા દીવાની છે. જેકલીને ‘જુમ્મે કી રાત’, ‘લત લગ ગઇ’, ‘બિટ પર બુટ્ટી’, ‘ચીઠ્ઠિયાં કલાઇયાં’ અને ‘ચંદ્રલેખા’ જેવા ગીત પર પોતાના ગ્લેમરસ લુક અને કમાલના ડાન્સ મૂવ્સ માટે ખૂબ જ પ્રશંસા મેળવી છે.

તેનું નામ બોલિવૂડની સૌથી ફિટ અભિનેત્રીઓમાં ટોચ પર છે. આ ફિટનેસના કારણે ગ્લેમર અને હોટનેસની બાબતમાં કોઇ પણ બોલિવૂડ અભિનેત્રીને ટક્કર આપી શકે છે. તેની છેલ્લી બંને ફિલ્મો ‘જુડવા-૨’ અને ‘રેસ-૩’ હિટ રહી. બોલિવૂડમાં અત્યાર સુધી પોતાની સફળતાનું શ્રેય તે લગન અને મહેનતને આપે છે.

જેકલીન કહે છે કે કોઇ પણ ફિલ્ડમાં સફળતા માટે માત્ર એક જ વસ્તુ કામ કરે છે કે તમે તમારા કામ પ્રત્યે કેટલાં ફોકસ્ડ અને ડેડિકેટેડ છો તેમજ લક્ષ્યની પ્રાપ્તિ માટે ખુદ પર કેટલું જોર આપી શકો છો. હું કિસ્મત પર ભરોસો કરતી નથી. જો તમે હાથ પર હાથ ધરીને ઘરે બેસી રહેશો અને વિચારશો કે તમારી કિસ્મત મદદ કરશે તો તે શક્ય નથી.

મને ઇન્ડસ્ટ્રીમાં ૧૦ વર્ષ થશે અને હું એ વાતે સ્યોર છું કે તમે મહેનત વગર કંઇ જ મેળવી શકતાં નથી. જેકલીન હાલમાં ‘ડ્રાઇવ’ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. તે હોલિવૂડની એક હિટ ફિલ્મની હિંદી રિમેક છે. આ એક્શન પેક્ડ મૂવીમાં તે સુશાંતસિંહ રાજપૂત સાથે છે. આ ઉપરાંત તે સલમાન સાથે ‘કિક’ની સિક્વલ ‘કિક-૨’માં પણ જોવા મળશે.

You might also like