ભારત સાથે યુદ્ધની સંભાવના નહીંવત્, ડિપ્લોમેસી નિષ્ફળ નિવડે તો સંઘર્ષ શક્યઃ પાક. સેના

ભારત-પાકિસ્તાન સીમા પર થતાં સીઝ ફાયરનાં ઉલ્લંઘન મામલે પાકિસ્તાન સેનાએ મોટું નિવેદન આપ્યું છે. પાકિસ્તાની સેનાનાં પ્રવક્તાએ કહ્યું છે કે, ભારત સાથે યુદ્ધની કોઇ જ સંભાવના નથી. કારણ કે બંન્ને દેશ પરમાણું સંપન્ન છે.

આસીફ ગફુરે કહ્યુ કે, ડિમ્લોમેસી નિષ્ફળ નિવડે તો યુદ્ધ થાય છે. પરંતુ અમે સીમા પર શાંતિ ઇચ્છીએ છીએ અને ભારતીય સેનાનાં અધિકારીઓ અમારા સંપર્કમાં છે. આટલું જ નહીં ભારતીય સેનાએ પાકિસ્તાન પર સીઝ ફાયરનાં ઉલ્લંઘનનો આરોપ પણ લગાવ્યો.

મહત્વનું છે કે પાક આર્મીની મીડિયા વિંગ, ઇંટર-સર્વિસીસ પબ્લિક રિલેશન્સ (ISPR)નાં ડાયરેકટર જનરલ મેજર આસિફ ગફૂરે એક પત્રકાર પરિષદ દરમ્યાન ચેતાવણી આપતા જણાવ્યું હતું કે, અમે જે શાંતિની ઇચ્છા દર્શાવી છે તેને નબળી નહીં સમજવી.

તેની સાથે સાથે પાક. સેનાનાં ટોચનાં અધિકારીએ 2018ની શરૂઆતથી લઇને અત્યાર સુધી ભારત પર 1077 વખત યુદ્ધવિરામ ઉલ્લંઘન કરવાનો આરોપ પણ મૂકયો. મહત્વનું એ છે કે થોડાંક દિવસ પહેલાં શાંતિની વાત કરવા છતાંય પાકિસ્તાન સેના સતત સીમાવર્તી વિસ્તારોમાં ફાયરિંગ કરતું રહ્યું છે. 1 દિવસ પહેલાં પણ પાકિસ્તાન આર્મીનાં ફાયરિંગમાં 2 ભારતીય જવાનો શહીદ થયાં હતાં.

ગફૂરે વધુમાં એમ જણાવ્યું કે, બંને પક્ષ કેટલાંય દ્વિપક્ષીય મુદ્દાને લઇને સતત એકબીજાનાં સંપર્કમાં છે. પરંતુ ભારત વાતચીત માટે તૈયાર નથી. તમને વધુમાં જણાવી દઇએ કે ભારત સતત કહેતું જ રહ્યું છે કે, આતંકવાદ અને વાતચીત એ બંને સાથે-સાથે ના ચાલી શકે.

પાક. સૈન્ય અધિકારીએ વધુમાં એમ કહ્યું કે, જંગ ત્યારે જ થાય છે જ્યારે કૂટનીતિ ફેલ થઇ જાય છે. તેઓએ કહ્યું કે, ભારતીયોને એમ સમજવું જોઇએ કે તેઓ ભવિષ્યમાં કયાં જવા માંગે છે. આપણે બંને પરમાણું સંપન્ન દેશ છીએ અને યુદ્ધ માટે કોઇ જ સ્પેસ નથી.

જો કે બાદમાં તેઓએ એમ પણ કહ્યું કે, જો ભારત પહેલાં ફાયરિંગ કરે છે અને જો કોઇ જ નુકસાન થતું નથી તો અમે જવાબ નહીં આપીએ પરંતુ જો ભારત તરફથી બીજી વાર ફાયરિંગ થશે તો અમે જવાબ આપીશું.

You might also like