દિલ્હી એરપોર્ટ નજીક માંસનાં વેચાણ પર પ્રતિબંધ મુકાઇ શકે છે

નવી દિલ્હી, બુધવાર
જો સાઉથ એમસીડીનો આ પ્રસ્તાવ માન્ય રખાશે તો દિલ્હીના ઇન્દિરા ગાંધી એરપોર્ટના ૧૦ કિ.મી.ના વિસ્તારમાં રહેનારા લોકોને મીટ નહીં મળી શકે. એમસીડીના એરપોર્ટની આસપાસ ઊડતાં પક્ષીઓ પર લગામ રાખવા માટે આ પ્રસ્તાવ તૈયાર કરાયો છે. દુકાનોમાંથી ફેંકાતાં કાચા માંસના વેસ્ટને ખાવા માટે આ પક્ષીઓ સતત ઊડતાં રહે છે અને વિમાનો માટે ખતરો હંમેશાં તોળાતો રહે છે.

એરપોર્ટ ઓથોરિટીની બેઠકોમાં ઘણી વાર આ મુદ્દો ઉઠાવાયો છે. ત્યાર બાદ એમસીડીએ એરપોર્ટના ૧૦ કિ.મી.ના વિસ્તારમાં મીટ વેચવાની પરવાનગી ન આપવાનો પ્રસ્તાવ રાખ્યો છે. જોકે ફ્રોઝન કે ગાઝીપુરથી આવતું કાચું માંસ વેચવા પર પ્રતિબંધ નહીં હોય.

આ ઉપરાંત ધાર્મિક સ્થળોના ૧૦૦ મીટરના વિસ્તારમાં મીટ શોપ ખોલવા પર પણ પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ રખાયો છે. લાઇસન્સ વગર રોડ પર મીટ વેચવા પર રૂ.૧પ૦૦ સુુધીનો દંડ ફટકારવાની પણ તૈયારીઓ કરાઇ છે.

You might also like