મારી પુત્રી જયશ્રીનો રજની પટેલ અંગેનો દાવો તદ્દન ખોટો

સુરત : હાર્દિકને છોડાવવા માટે ઉપવાસ આંદોલન કરી રહેલ જયશ્રી પટેલ ગૃહમંત્રીની ભાણેજ હોવાની વાત વહેતી થઇ હતી. જો કે જયશ્રીનાં પિતાએ આ વાતને ફગાવી દીધી હતી. તેનાં પિતાએ જણાવ્યું કે જયશ્રીને દુર દુર સુધી ગૃહમંત્રી રાજની પટેલ સાથે કોઇ સંબંધ નથી અને મીડિયામાં પ્રસિદ્ધી મેળવવા માટે રજનીભાઇને બદનામ કરી રહી છે.
પાટીદાર અનામત આંદોલનનાં રાજદ્રોહનાં ગુનામાં હાર્દિક પટેલ હાલ જેલમાં છે. તેને છોડાવવા માટે પાટીદારો દ્વારા ઉપવાસ આંદોલનો ચલાવાઇ રહ્યા છે. જે પૈકી કતારગામ ખાતે રહેતી જયશ્રી પટેલ નામની મહિલા પણ ઉપવાસ પર બેઠા હતા. તેણે દાવો કર્યો હતો કે તે ગુજરાત રાજ્ય ગૃહમંત્રી રજની પટેલની ભાણેજ છે. જો કે તેણે રજની પટેલની વિરુદ્ધ અનામત આંદોલનનાં મુદ્દે ટીપ્પણી પણ કરી હતી.
જો કે આજે જયશ્રીનાં પિતા શંભુભાઇ પટેલે નવો ઘટસ્ફોટ કર્યો હતો. શંભુભાઇએ જણાવ્યું કે તેને અને તેની દિકરી જયશ્રીને રજની પટેલ સાથે દુર દુર સુધી કોઇ લેવા દેવા નથી. અમે તેને જોયા પણ નથી. તેની દિકરી મીડિયામાં પ્રસિદ્ધી મેળવવા માટે ખોટા નાટકો કરી રહી છે. જો કે આવી પ્રસિદ્ધી માટે કોઇ વ્યક્તિને બદનામ ન કરવો જોઇએ તેવું જણાવ્યું હતું.
જ્યારે જયશ્રી પટેલનાં ભાઇ રાજેશ પટેલે જણાવ્યું કે પોતાની પ્રસિદ્ધી માડે જયશ્રી મીડિયા અને સમાજને અંધારામાં રાખીને આવુ કરી રહી છે. જયશ્રી ગૃહમંત્રીને બદનામ કરીને પ્રસિદ્ધ થવાનું આવું કામ જયશ્રીએ ન કરવું જોઇએ.

You might also like